યુરિયા ખાતર સાથે ફરજીયાત નેનો યુરિયા અપાતા ખેડૂતોમાં રોષ
(એજન્સી)આણંદ, ખેડૂતોના માથે એક પછી એક ઘાત આવતી જાય છે ક્યાંક વાવાઝોડા થી પાક ને નુકશાન તો ક્યાંક પાણી વિના પાક બરબાદ એટલું જ નહિ નકલી બિયારણો ના કારણે પણ ખેડૂતો ને મોટું નુકશાન થયું હોવાની બૂમ ઉઠી છે તેવામાં હવે યુરિયા ખાતરનું થેલી સાથે બળજબરીથી નેનો યુરિયા બટકાવવામાં આવતા આણંદ જિલ્લાના આંકલાવમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
ઘણીવાર તમે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતને લાઈનમાં જાેયો હસે કે પછી વિલા મોઢે પરત જતો પણ નિહાળ્યો હશે, પણ આણંદના આંકલાવમાં આજે ખેડૂતોએ ભેગા થઈ યુરિયા સાથે નેનો યુરિયા અબતકારતા ખાતર ડેપો સામે બાંયો ચઢાવી હતી. હાલ આણંદ જિલ્લા માં તમામ ખાતર ડેપો સહિત ખાનગી એગ્રો સેન્ટર વાળા દ્વારા યુરિયા ખાતર ની થેલી સાથે ફરજિયાત નેનો યુરિયા અપાઈ રહ્યું છે.
એક થેલી યુરિયા સાથે એક લિકવિડ નેનો યુરિયા બોટલ લેશો તોજ યુરિયા ખાતર મળશે તેવું ડેપો સંચાલકોએ ફરમાન પણ કરી દીધું છે ત્યારે ભેટાસી સ્થિત યમુના એગ્રો નામના ખાતર ડેપોના આ નિયમો સામે ખેડૂતો એ વિરોધ કર્યો કર્યો છે અને યુરિયા ખાતરની થેલી સાથે નેનો યુરિયા ની બોટલ ના વધારાના ખર્ચાથી ખેડૂતોને ખાતર લીધા વગર પાછા ફરવાનો વારો આવ્યો છે
જાે કે આ મામલે ડેપો ધારક ને પૂછતા તેઓએ જણાવેલ કે ઉપર થી જ અમોને યુરિયા ની ગાડી સાથે બળજબરી થી નેનો યુરિયા આપવામાં આવે છે તો અમે શું કરીએ? જ્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓ અમો યુરિયા ખાતર સાથે નેનો યુરિયા નો કોઈ પરિપત્ર જાહેર ન કર્યો હોવાનું રટણ કરી રહ્યા છે. એક તરફ સરકાર નેનો યુરિયા ને પ્રાધાન્ય આપવા કેટકેટલી જાહેરાતો કરે છે ત્યાં બીજી તરફ નેનો યુરિયા બટકરવામાં આવતાં ખેડૂતો એ હોબાળો મચાવ્યો છે.