Western Times News

Gujarati News

કૃષ્ણભક્તિમાં લીન થયેલી અનઘા ભોંસલેએ લઈ લીધો સંન્યાસ

મુંબઈ, માર્ચ મહિનામાં ટીવી શો અનુપમા છોડી દેનારી એક્ટ્રેસ અનઘા ભોંસલે હાલ વાડામાં ઈકોવિલેજમાં રહે છે. આધ્યાત્મ અને ભક્તિના માર્ગે ચાલવા અનઘાએ શો-બિઝને અલવિદા કહી દીધું હતું. વાડા સ્થિત ઈકોવિલેજમાં તે કૃષ્ણભક્તિ કરીને દિવસો વિતાવી રહી છે. અગાઉ એક્ટ્રેસે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે શો-બિઝ છોડીને પોતાના માતાપિતા સાથે પૂણેમાં રહેવા માગે છે.

પરંતુ તેને શાંતિ અને સાચી ખુશી તો વાડામાં રહીને મળી. કૃષ્ણભક્તિમાં લીન થયેલી અનઘા ભોંસલે પોતાના માટે જીવનસાથીની શોધ કરી રહી છે.

અનઘા ભોંસલેએ કહ્યું, “હું આઠ વર્ષની હતી ત્યારથી આધ્યાત્મિક અને ધાર્મિક છું. મોટા થયા પછી અને શો-બિઝમાં રહ્યા પછી મને ખ્યાલ આવ્યો કે, સાચી ખુશી મોંઘા કપડાં કે જ્વેલરી પહેરવાથી કે રૂપિયામાંથી નથી મળતી. એ તો મળે છે ઈશ્વર અને તમારી આસપાસના લોકોની સેવા કરવાથી. હું જ્યારે એક્ટિંગ કરતી હતી ત્યારે સેટ પર જવું અને શૂટિંગ કરવું એ જ મારી દિનચર્યા હતી.

પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. હું પરોઢિયે સાડા ત્રણ વાગ્યે ઉઠી જઉં છું અને ૪.૩૦ કલાકે અમારી ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. આખો દિવસ ભજન ગાતાં, મંત્રોચ્ચાર કરતાં અને મારા સાથીઓ સાથે સત્સંગ કરતાં વીતે છે. મારી સાથે રૂમમાં બે છોકરીઓ રહે છે.

કેટલાય યુવાનો અહીં શાંતિ અને ખુશીની શોધમાં આવે છે. જાેકે, આધ્યાત્મિક જીવન જીવવાનો અર્થ એ નથી કે મેં સંન્યાસ લઈ લીધો છે.”
અનઘાએ સ્પષ્ટ કર્યું છે કે, તેણે સંન્યાસ નથી લીધો. “હું અવારનવાર મારા માતાપિતાને મળવા જઉં છું. હું તેમના પ્રત્યેની મારી જવાબદારીઓમાંથી મુક્ત નથી થઈ ગઈ. ઉપરાંત આધ્યાત્મિક જીવન જીવવાનો અર્થ એ નથી કે હું લગ્ન નથી કરવા ઈચ્છતી.

હું આશા રાખું છું કે મને જલ્દી જ મારો જીવનસાથી મળી જાય. તે પણ મારી જેમ જ આધ્યાત્મિક અને ધાર્મિક હોય તેવું ઈચ્છું છું. અત્યારે તો હું વાડામાં સતોષકારક જીવન જીવી રહી છું કારણકે જે ખુશીની શોધ મને હતી તે અહીં આવીને મળી છે.”

અનઘા ભોંસલે સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી એક્ટિવ રહે છે. તે પોતાના ભજન ગાતા અને વાડામાં પોતાની દિનચર્યા દર્શાવતા કેટલાય વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સાથે જ તે લોકોને આધ્યાત્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત પણ કરી રહી છે.

અનઘા ‘અનુપમા’ સીરિયલમાં નંદિનીના રોલમાં જાેવા મળતી હતી. હાલમાં જ શોમાંથી કાઢી મૂકાયેલા એક્ટર પારસ કલનાવત સાથે તેની ઓનસ્ક્રીન જાેડી દર્શકોને ખૂબ પસંદ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.