Western Times News

Gujarati News

અનઘા મંદિરમાં ભજન અને સાફ-સફાઈમાં પસાર કરી રહી છે સમય

નવી દિલ્હી, ઈન્ડિયન ટેલિવિઝનની મોસ્ટ પોપ્યુલર સીરિયલ ‘અનુપમા’માં નંદિનીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી એક્ટ્રેસ અનઘા ભોસલેએ માર્ચ, ૨૦૨૨માં જ્યારે એક્ટિંગ છોડવાની જાહેરાત કરી ત્યારે સૌને આંચકો લાગ્યો હતો.

ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળથી દૂર અનઘાએ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને દિવસનો મોટાભાગનો સમય મુંબઈના ઈસ્કોન મંદિરમાં જ પસાર કરી રહી છે. તે ત્યાં ગૌ સેવા કરી રહી છે, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહી છે, તેમના માટે પ્રસાદ બનાવી રહી છે અને એકદમ સાદું જીવન જીવી રહી છે.

જાે કે, આ દરમિયાન તે ફેન્સને નિરાશ ન કરતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરીને કૃષ્ણએ આપેલા ઉપદેશો જણાવતી રહે છે. અનઘા ભોસલેએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લૂ કલરની સાડીમાં હાથમાં વાદ્ય લઈને ભજન ગાતી જાેવા મળી. અન્ય કેટલાક લોકો પણ તેને સાથ આપતાં અને ભક્તિ કરતાં જાેવા મળ્યા.

તેણે સાથે લખ્યું છે ‘આ ભજનના શબ્દો ખૂબ જ સુંદર છે. તે કહે છે કે, મારા કૃષ્ણ તમારા કમળના પગની ધૂળથી મારું ભાગ્ય સારા માટે બદલાઈ શકે છે. તમારા સ્મપણમાં કૃષ્ણ ભાવનામૃતમાં જાેઈને મારો દેહ છોડવાની મારી ઈચ્છા છે, તો જ મારો જન્મ સફળ થશે’. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે ‘આ મારું પ્રિય ભજન છે. તે મને જીવનનો હેતુ યાદ અપાવે છે, જે કૃષ્ણ પ્રેમ છે’, એક ફેને લખ્યું છે ‘હરિનામ એ માત્ર ભક્તિ નથી પરંતુ થેરાપી પણ છે’ તો એકે લખ્યું છે ‘જય શ્રી શ્યામ. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ અનઘા ભોસલેએ જણાવ્યું હતું કે ‘મને ખુશી છે કે હું સારા દેખાવાની રેસના ભાગ બનવાના સતત દબાણથી દૂર છું, જે મને ક્યાંય લઈ જવાની નથી. પરંતુ દિવસના અંતે મને સમજાયું હતું કે આ બધાથી દૂર થવું જ મહત્વપૂર્ણ છે. હું મારી આધ્યાત્મિક જર્ની પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાન કૃષ્ણના ઉપદેશોને અનુસરવા માગુ છું. હું ઈન્ડસ્ટ્રીના બેવડા ધોરણો સાથે પોતાને સાંકળી શકી નથી. ઈન્ડસ્ટ્રી દંભથી ભરેલી છે. હું મારી ધાર્મિક માન્યતાઓને અનુસરવા અને જીવનમાં શાંતિ તેમજ સંતોષની ભાવના પ્રાપ્ત કરવા માગુ છું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.