“ભાભીજી ઘર પર હૈ” ની અંગૂરીભાભી બની બિન્ધાસ્ત લેડી બાઉન્સર!
એન્ડટીવી પર મજેદાર ક્લાસિક કોમેડી શો “ભાભીજી ઘર પર હૈ”એ હાસ્યસભર અને મનોરંજક વાર્તા સાથે તેના દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. દરેક વાર પાત્રો પોતાને વિચિત્ર સ્થિતિમાં મૂકતાં જોવા મળે છે, જે સ્થિતિઓ દર્શકોને ખૂબ હસાવે છે. હાલની વાર્તામાં શુભાંગી અત્રે ભજવે છે નિર્દોષ અને ભોળી ભાભી અંગૂરી ભાભી બોલ્ડ અને બિન્ધાસ્ત લેડી બાઉન્સર બને છે.
તેનું પાત્ર હંમેશાં પારંપરિક વેશમાં જોવા મળે છે. જોકે આ વખતે દર્શકો માટે ટ્રીટ છે, કારણ કે તેમની ફેવરીટ અંગૂરી ભાભી ધાકડ લૂકમાં સંપૂર્ણ નવા અવતારમાં જોવા મળશે. હાલની વાર્તા વિશે બોલતાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “આ બહુ મનોરંજક વાર્તા છે, જેમાં અંગૂરી સંપૂર્ણ નવા અવતારમાં જોવા મળશે.
અંગૂરી આત્મનિર્ભર બનવાનું અને કામ કરીને પૈસા કમાવાનું નક્કી કરે છે. બજારમાં વિભૂતિ જોડે વાત કરતી વખતે એક ચોર નારંગ પાસેથી નાણાં છીનવીને ભાગતો હોય છે. અંગૂરી તેને ઝડપી લે છે અને તેની મારઝૂડ શરૂ કરે છે. તેની બહાદુરીથી ખુશ થઈને ક્લબ માલિક નારંગ તેને પોતાના ક્લબમાં મહિલા બાઉન્સર તરીકે રાખે છે.”
અંગૂરી ભાભીના નવા અવતાર વિશે બોલતાં શુભાંગી ઉમેરે છે, “મને આ ચોક્કસ વાર્તા અને અંગૂરીનો નવો અવતાર ગમ્યા છે. મને હંમેશાં કશુંક નવું અને રોમાંચક કરવાનું ગમે છે. અને શોને આભારી મને હંમેશાં કાંઈક અલગ કરવા અને લૂક સાથે અજમાયશ કરવાનું ગમે છે.
હું ભાભીજી ઘર પર હૈ અને આ મોજીલી વાર્તા માટે પ્રોડ્યુસરોની આભારી છું, જે દર્શકોને મોહિત કરીને રહેશે. બોલ્ડ લેડી બાઉન્સરની ભૂમિકા મારે માટે અજોડ અનુભવ છે. આ રોમાંચક છે, કારણ કે મારા સામાન્ય લૂકથી થોડા સમય માટે આ અનોખો લૂક છે. સૌથી મજેદાર વાત એ છે કે આમાં વધુ મેકઅપ અથવા ડ્રેસિંગની આવશ્યકતા નથી. ફક્ત 5-10 મિનિટમાં હું તૈયાર થઈ ગઈ. મને ખાતરી છે કે બિન્ધાસ્ત અવતારમાં મને જોવાની દર્શકોને મજા આવશે.
હું કાળું ટી-શર્ટ, જીન્સ અને બૂટ્સમાં હરિયાણ્વી બોલી સાથે લોકોને પંચ અને કિક કરતાં જોવા મળીશ. મને શૂટિંગ કરવાની મજા આવી, કારણ કે દરેક વાર મારું કોશ્ચ્યુમ બદલ્યા પછી અને પડદાની પાછળ ગયા પછી હું દરેક સાથે હરિયાણ્વી બોલીમાં બોલવાનું શરૂ કરતી હતી, જેને લીધે ઘણા બધા લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હતા,
જ્યારે અન્યો જોરજોરથી હસવા લાગતા હતા. ઓફફ-સ્ક્રીન બોક્સિંગની પ્રેક્ટિસ કરવાનું મારે માટે મનોરંજક હતું. હું જ નહીં પણ બધા કલાકારોએ આ નવા પરિવર્તનને મનઃપૂર્વક માણ્યું. તેમણે મને અંગૂરી ભાઈ અને દાદા તરીકે સંબોધવાનું શરૂ કર્યું (હસે છે). હું અસલ જીવનમાં પણ આખાબોલી અને નીડર છું,
જેથી આ પાત્ર સાથે મને જોડવાનું આલાન છે. અંગૂરીનો આ બોલ્ડ લૂક અને સંપૂર્ણ વાર્તા મારા અને દર્શકો માટે મહિલા સશક્તિકરણનો ઉત્તમ સંદેશ છે. મહિલાઓ બોલ્ડ અને બ્યુટિફુલ બની શકે છે અને તેમના બચાવ માટે પુરુષોની જરૂર છે એવું નથી. હું ભવિષ્યમાં આવા મજબૂત સંદેશ આપતાં વધુ પાત્રો ભજવવા માગું છું. ઉપરાંત અસલ જીવનમાં આવાં સાહસિક કામો કરતી બધી મહિલાઓને હું ખાસ અભિનંદન આપું છું.”