Western Times News

Gujarati News

અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સીસે બોન્ડધારકોને રિપેમેન્ટ્સ પૂરા કર્યા

કંપનીના જણાવ્યા મુજબ બોન્ડ્સમાં 3.2 અબજ ડોલરની મેચ્યોરિટીઝ 2029 સુધી સફળતાપૂર્વક લંબાવવામાં આવી

મેટલ અને માઇનિંગ ક્ષેત્રની અગ્રણી વેદાંતા રિસોર્સીસ લિમિટેડે શુક્રવારે જણાવ્યુ હતું કે તેણે ડેટ રિસ્ટ્રક્ચરિંગ કામગીરીના ભાગરૂપે તેના બોન્ડધારકોને 779 મિલિયન ડોલરનું સીધેસીધું પેમેન્ટ કરી દીધું છે અને પુનઃચૂકવણીની કામગીરી પૂરી કરી દીધી છે. બોન્ડધારકોને અપફ્રન્ટ પેમેન્ટ્સ બુધવારે કરવામાં આવ્યા હતા, એમ વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વીઆરએલ)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.

વીઆરએલેઆ વર્ષના પ્રારંભે મેળવેલી સંમતિના અનુસંધાનમાં 7 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના બોન્ડધારકોને રિપેમેન્ટ્સ પૂરા કર્યા હતા જેમાં બોન્ડ્સમાં 3.2 અબજ ડોલરની મેચ્યોરિટીઝને સફળતાપૂર્વક 2029 સુધી લંબાવવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું હતું.

વેદાંતા રિસોર્સીસે બોન્ડ્સના એક હિસ્સાને રીડિમ કરવા માટે બોન્ડધારકોને રોકડામાં 779 મિલિયન ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ સફળતાથી પૂરું કર્યુ છે અને તેમની મેચ્યોરિટીઝ લંબાવી છે. તેણે બોન્ડધારકોને 68 મિલિયન ડોલરની કન્સેન્ટ ફી પણ ચૂકવી દીધી છે જેમણે રિસ્ટ્રક્ચરિંગ માટે સંમતિ આપી હતી, એમ અગાઉ કંપનીએ જણાવ્યું હતું.

વેદાંતાએ તેના જંગી બોજાના ભારણને હળવું કરવા માટે બોન્ડની ચાર સિરીઝના રિસ્ટ્રક્ચરિંગ માટે જાન્યુઆરીમાં બોન્ડધારકો પાસેથી સંમતિ મેળવી હતી. આ બોન્ડની સિરીઝમાં પ્રત્યેક 1 અબજ ડોલરના બેનો સમાવેશ થતો હતો જેની મેચ્યોરિટી 2024માં થવાની હતી, 1.2 અબજ ડોલરના એક બોન્ડની 2025માં તથા 600 મિલિયન ડોલરના એક બોન્ડની મેચ્યોરિટી 2026માં થવાની છે.

વીઆરએલે 2024 અને 2025માં મેચ્યોર થતા 3.2 અબજ ડેટના રિફાઇનાન્સ/રિપેમેન્ટ માટે પ્રાઇવેટ ક્રેડિટ લેન્ડર્સ પાસેથી 1.25 અબજ ડોલરની લોન મેળવી હતી. વેદાંતા ગ્રુપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર ડિમર્જર અને રિઓર્ગેનાઇઝેશન પ્લાનની જાહેરાત કરી હતી. આ પગલાંથી વેદાંતા ગ્રુપ અગ્રણી 17 બિઝનેસીસમાં વહેંચાશે, એમ સ્ટેટમેન્ટમાં જણાવાયુ હતું.

“આ દરેક બિઝનેસમાં વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ લીડરશિપ છે, લેટેસ્ટ અત્યાધુનિક ટેક્નોલોજી લાગુ કરાઈ છે, ઇમ્પોર્ટ સબસ્ટીટ્યુશન છે અને સ્થાનિક માંગ પૂરી કરવાની મુખ્ય દરખાસ્ત છે. તે સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોને ઉચ્ચ ગુણવત્તાની અને ડાયવર્સિફાઇડ રોકાણ તકો પણ પૂરી પાડે છે” એમ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું.

વેદાંતા પાસે ઝિંક, સિલ્વર, લીડ, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, કોપર, નિકલ જેવી ધાતુઓ અને ખનીજો, ઓઈલ અને ગેસ, આયર્ન ઓર અને સ્ટીલ સહિતના પરંપરાગત ફેરસ વર્ટિકલ અને કોલસા તેમજ રિન્યૂએબલ એનર્જી સહિત પાવર સાથે ભારતીય અને વૈશ્વિક કંપનીઓ સાથે એસેટ્સનો અનોખો પોર્ટફોલિયો છે અને હવે સેમીકન્ડક્ટર્સ તથા ડિસ્પ્લે ગ્લાસના ઉત્પાદનમાં પ્રવેશ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.