હીરો બની ગયા છે એ બતાવવા અનિલ કપૂર ૩ દિવસ સુધી નાહ્યા ન હતા
મુંબઈ, નિર્માતા બોની કપૂરે થોડા સમય પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. વજન પણ ઘટાડ્યું છે. બોની આજકાલ તેના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. આ જ વાતચીતમાં તેણે કહ્યું કે તે હંમેશા એક્ટર બનવા માંગતો હતો પરંતુ બની શક્યો નહીં.
દરમિયાન, બોનીએ નાના ભાઈ અનિલ કપૂરની વાર્તા સંભળાવી. એક્ટર બનવા માટે અનિલે કેટલી મહેનત કરી તેના વિષે જણાવ્યું. અભિનય પ્રત્યે તે કેટલો પેશનેટ હતો અને તેના પર તેણે કેટલું કામ કર્યું તે આજે દેખાય છે.બોનીએ જણાવ્યું કે જ્યારે અનિલ નાનો હતો અને તેને એક્ટર બનવાની પહેલી તક મળી ત્યારે તેણે ૨-૩ દિવસ સુધી સ્નાન કર્યું ન હતું. પોતાનો ચહેરો પણ ધોયો ન હતો.
એમ વિચારીને કે મેકઅપ કદાચ ઉતરી ન જાય. અનિલ હંમેશા એક્ટર બનવા માંગતો હતો. જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેમણે એક નાટકમાં શશિ કપૂરની બાળ ભૂમિકા ભજવી હતી.
પછી તેણે ૨-૩ દિવસ સુધી સ્નાન કર્યું નહીં. તેણે પોતાનો મેક-અપ એ વિચારીને ઉતાર્યાે ન હતો કે બધાને ખબર હોવી જોઈએ કે તે અભિનેતા બની ગયો છે.બોનીએ આગળ કહ્યું- અનિલે એક્ટર બનવા માટે ઘણી મહેનત કરી છે, સંઘર્ષ કર્યાે છે. તેણે ‘એક બાર કહો’માં હીરો સાથે રોલ કર્યાે હતો. તેણે તેલુગુ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મો કરી હતી. તેણે મણિરત્નમની પહેલી ફિલ્મ પણ કરી છે.
અનિલ એટલો મહેનતુ છે. તે તેની ઊંચાઈ વધારવા માટે પુલઅપ્સ કરતો હતો, અનિલ ખૂબ જ જુસ્સાદાર છે.અનિલ કપૂર ઇન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષથી છે. તેણે ઘણી ફિલ્મો કરી છે અને આજે પણ તે મોટા પડદા પર સક્રિય જોવા મળે છે. અનિલ છેલ્લે આ વર્ષે ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાવી’ અને ‘ફાઇટર’માં જોવા મળ્યો હતો. પહેલા સિનેમાઘરોમાં આવી, ત્યારબાદ તેને્્ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવી.
અનિલ કપૂર એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘સુબેદાર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રાધિકા મદન પણ છે જે અનિલની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે.SS1MS