અનિલ કપૂરે યુવા કલાકારોને સલાહ આપી
મુંબઈ, આજકાલ કલાકારોની અધધ ફી અને તેમની કમાણી તેમજ તેમની ટીમ પાછળ થતાં બેફામ ખર્ચની ચર્ચા અવારનવાર થવા લાગી છે, ત્યારે હવે અનિલ કપૂરે આ મુદ્દે યુવા કલાકારોને ફી ઘટાડવા સલાહ આપી છે. અનિલ કપૂરે એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું છે,“જો એ લોકો સેન્સિબલ હશે તો એ ફી ઘટાડશે.”
પોતાની આ વાત પાછળનું કારણ સમજાવતા અનિલ કપૂરે જણાવ્યું,“જો તમારે ૩૦-૪૦ વર્ષ લાંબી કૅરિઅર ઇચ્છતા હોય, તો તમારે તમારી ફી બાબતે થોડું વ્યવહારુ અને સમજુ બનવું જરૂરી છે. લાંબી રેસ જીતવી હોય તો સમજદાર બનો. અને ક્યારેક કોઈ પ્રોડ્યુસર જો કપરી સ્થિતિમાં છે તો પૈસા જતાં પણ કરવા જોઈએ.” અનિલ કપૂરના સંતાનો પણ સારી કૅરિઅર બનાવીને તેમાં સફળ થઈ રહ્યાં છે.
સોનમ અને હર્ષવર્ધન કપૂર અલગ અલગ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, જ્યારે રિહા કપૂર કૅમેરા પાછળ રહીને અલગ અલગ પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસ કરે છે. તેમની સફળતા વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું,“રીહાએ ‘ક્‰’ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને તે ઘણી સારી ચાલી છે.
તેણે ત્રણ છોકરીઓ વિશે ફિલ્મ બનાવી અને લોકો તેના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. પરંતુ તેણે હંમેશા નારીકેન્દ્રી ફિલ્મો બનાવી છે અને લોકોને ખોટા સાબિત કર્યા છે. તેણે જે પણ ફિલ્મો બનાવી છે તે તેની પોતાની પસંદ છે. મને ગૌરવ છે કે મારા સંતાનો તેમની પોતાની રીતે સ્વતંત્ર છે.”SS1MS