અનિલ કપૂર દોહિત્ર વાયુ સાથે ખુશ-ખુશ દેખાયા

મુંબઈ, બોલિવુડના જક્કાસ એક્ટર અનિલ કપૂર ૨૪ ડિસેમ્બરે પોતાનો ૬૬મો જન્મદિવસ ઉજવ્યો હતો. અનિલ કપૂર માટે આ વર્ષ ખાસ રહ્યું છે કારણકે તેઓ નાના બની ગયા છે. અનિલ કપૂરની દીકરી અને એક્ટ્રેસ સોનમ કપૂરે આ વર્ષે દીકરા વાયુને જન્મ આપ્યો છે.
અનિલ કપૂરના બર્થ ડે પર સોનમે વાયુ સાથેની તસવીર શેર કરીને પપ્પાને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સાથે જ સોનમ કપૂરે પિતા સાથેના બાળપણની કેટલીક તસવીરો પણ શેર કરી છે. સોનમ કપૂરે પિતાને બર્થ ડેની શુભેચ્છા આપતાં લખ્યું, “દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતાને હેપી હેપી બર્થ ડે.
આઈ લવ યુ. તમે સૌથી મહાન અને ઉત્તમ છો. તમે જે કંઈપણ કરો છો તે અમારા માટે કરો છો અને બધા જ લોકોને આવા આશીર્વાદ મળવા જાેઈએ. લવ યુ ડેડી. તમારી દીકરી હોવાનો મને ગર્વ છે. સોનમની આ પોસ્ટ પર અન્ય સેલેબ્સ અને ફેન્સે પણ કોમેન્ટ કરીને અનિલ કપૂરને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પણ સસરાને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
આનંદ આહુજાએ અનિલ કપૂરના બે વિડીયો શેર કર્યા છે જેમાં તેઓ વિદેશમાં નાનકડા વાયુને બાબાગાડીમાં ઊંઘાડીને ફરી રહ્યા છે. બીજા વિડીયોમાં અનિલ કપૂર સાથે આનંદ પણ જાેવા મળી રહ્યો છે. તેણે વિડીયો શેર કરતાં અનિલ કપૂરને ટેગ કર્યા છે અને હેપી બર્થ ડે કહ્યું છે.
અનિલ કપૂરનાં પત્ની સુનિતા કપૂરે પણ તેમની કેટલીય તસવીરો શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે. સુનિતા કપૂરને અનિલને શ્રેષ્ઠ પતિ ગણાવ્યા છે. “મારા અદ્ભૂત પતિને જન્મદિવસની શુભેચ્છા. તેઓ પોતાની મહેનત, ટેલેન્ટ, સંવેદનશીલતા, શાણપણ અને પેશનથી મને ચકિત કરતા રહે છે.
તમે જેવા છો તેવા માટે, તમે જે કરો છો તેના માટે પ્રેમ કરું છું. આપણી જિંદગી ઉત્તમ બનાવવા માટે જે નાના-મોટા પ્રયત્નો કરતા રહો છો તેના માટે પ્રેમ કરું છું. મારા પતિ, બેસ્ટ ફ્રેન્ડ અને મારા જીવનનો પ્રકાશ હોવા માટે પ્રેમ કરું છું. તમે દર વર્ષે વધુ શ્રેષ્ઠ બનતા જાવ છો.
લવ યુ સો મચ. અનિલ કપૂરની ગણતરી બોલિવુડના સૌથી ફિટ એક્ટર્સમાં થાય છે. ૬૬ વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ અને લૂક કેટલાય યંગ એક્ટર્સને શરમાવે તેવો છે. તેમનો જીવન પ્રત્યેનો જુસ્સો પણ અનેરો છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, અનિલ કપૂર હવે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સાથે ફિલ્મ ‘એનિમલ’માં જાેવા મળશે. આ ઉપરાંત દીપિકા અને હૃતિક સાથે ફિલ્મ ‘ફાઈટર’માં દેખાશે. અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં પણ અનિલ કપૂર દેખાશે.SS1MS