Western Times News

Gujarati News

અનિલ કપૂર ૬૫ વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાય છે

મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહરનો શૉ કૉફી વિથ કરણ ૭ આ વખતે વધારે રસપ્રદ બન્યો છે. એક્ટર અનિલ કપૂર અને વરુણ ધવન આ અઠવાડિયે Koffee With Karan Season 7માં જાેવા મળશે. તેઓ ખૂબ જ મજેદાર વાતો કરશે તેવું તેના પ્રોમોમાં જાેવા મળી રહ્યું છે.

ત્યારે શૉના સોફા પર એક્ટર અનિલ કપૂરે તેની સેક્સ લાઈફ વિશે ચર્ચા કરી છે. એપિસોડ ટીઝર શેર કરતા કરણ જાેહરે લખ્યું કે, કૉફી સોફા પર આ લોકો કરતા કોઈ કૂલ હોઈ શકે નહીં. આ ક્લિપમાં જાેવા મળે છે કે કરણ જાેહર અનિલ કપૂરને પૂછે છે કે, એવી ૩ વસ્તુ જે અનિલ કપૂરને યંગ બનાવે છે.

આ સવાલના જવાબમાં અનિલ કપૂર કહે છે કે સેક્સ, સેક્સ, સેક્સ. અનિલ કપૂરનો આ જવાબ સાંભળતા જ ત્યાં સાથે બેઠેલો એક્ટર વરુણ ધવન ખડખડાટ હસી પડે છે. કરણ જાેહરે રેપિડ ફાયર રાઉન્ડમાં અનિલ કપૂરને પૂછ્યુ હતું કે એવી કઈ મહિલા છે જેના માટે તમે પત્ની સુનિતાને છોડી દેશો? આના પર અનિલ કપૂરે કંગના રનૌત તરફ ઈશારો કર્યો હતો.

આ સાંભળીને કરણ જાેહરે અનિલ કપૂરને કહ્યુ હતું કે, મને લાગે છે હવે તમારે ચિંતા કરવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે શૉ દરમિયાન અનિલ કપૂરે મજાકિયા અંદાજમાં આ ઉત્તર આપ્યો હતો.

આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકો અનિલ અને સુનિતા કપૂરના છૂટાછેડાની અફવા ફેલાવી રહ્યા હતા, પરંતુ આ માત્ર એક મજાકમાં કહેવામાં આવેલી વાત હતી. વર્ષ ૧૯૮૪માં અનિલ કપૂરે સુનિતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સુનિતા મોડલ હતા અને તેમના પિતા બેન્કર હતા. અત્યારે સુનિતા કપૂર કોસ્ચ્યુમ ડિઝાઈનર પણ છે.

અનિલ કપૂર અને સુનિતા કપૂર ત્રણ બાળકોના માતા-પિતા છે. તેમની બે દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂર છે જ્યારે દીકરો હર્ષવર્ધન કપૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.