Western Times News

Gujarati News

અનિલ કપૂરનું બિગબોસ સલમાનથી વધુ લોકપ્રિય

મુંબઈ, અનિલ કપૂરે ડિજીટલ દુનિયામાં એક સંચાલક તરીકે બિગ બોસ ઓટીટી ૩થી ડેબ્યુ કર્યું છે. આ શોની આગળની બે સીઝનનું સંચાલન સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું હતું.

હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે દર્શકોએ અનિલ કપુરને સંચાલક તરીકે સ્વીકારી લીધો છે કારણ કે બિગબોસ ઓટીટીની ત્રીજી સીઝનને સૌથી વધારે વ્યૂ મળ્યા છે.

આ શો ૨૧ જૂનથી શરૂ થયો છે અને એક જ મહિનામાં ઓટીટી પર આ વર્ષના છ મહિનામાં ૧૭ મિલિયન વ્યૂઝ સાથે સૌથી વધુ જોવાયેલા શોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. સલમાન હાલ તેની મૂર્ગદોસ સાથેની ફિલ્મ ‘સિકંદર’ની તૈયારીમાં વ્યસ્ત છે.

તેથી તેણે બિગબોસ ૩ સ્વીકાર્યું નહીં. અનિલ કપુરના આ શોને પહેલાં અઠવાડિયામાં જ ૫.૩ મિલિયન વ્યૂ મળ્યા હતા જ્યારે બિગબોસ ઓટીટી ૨ને ૨.૪ મિલિયન વ્યૂ જ મળ્યા છે, આમ આ શોને પહેલાંની સીઝન કરતાં ૪૨ ટકા વધારે વ્યૂ મળ્યા છે. તેની પહેલાં ‘ધ ગ્રેટ ઇન્ડ્યિન કપિલ શો’ અને ‘શાર્કટૅન્ક ઇન્ડિયા’ સીઝન થ્રી, ‘રામ જન્મભૂમિઃ રિટર્ન ઓફ એ સ્પ્લેન્ડિડ સન’, ‘ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્‌›થ’ અને ‘લવ સ્ટોરિયા’ ઓટીટી પર નોન ફિક્શનમાં ટોપના શો રહ્યા હતા.

બિગબોસ આ વખતે જિઓ સિનેમા પ સ્ટ્રીમ થાય છે, જેમાં રણવીર શૌરી, લવકેશ કટારિયા, સના સુલતાન, સના મકબુલ, સાઈ કેતન રાવ, શિવાની કુમારી, વિશાલ પાંડે, નૈઝી, અરમાન મલિક અને કૃતિકા મલિક છે. આ ઉપરાંત અનિલ કપુર ‘સુબેદાર’ની તૈયારીમાં વ્યસ્ત છે,જેમાં તે ડિરેક્ટર સુરેશ ત્રિવેણી સાથે પહેલી વખત કામ કરશે. આ સિવાય તે યશરાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વાર ૨’, ‘આલ્ફા’ અને ‘પઠાણ ૨’માં પણ રાના હેડની ભૂમિકામાં હોવાનું માનવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.