અનિલ ખરબંદાએ લોન્ગ-ટાઈમ બોયફ્રેન્ડ સાથે કાશ્મીરમાં કર્યા લગ્ન

મુંબઈ, એક્ટ્રેસ અનિલ ખરબંદાએ લોન્ગ-ટાઈમ બોયફ્રેન્ડ પ્રતિક ગર્ગ, જે પણ વ્યવસાયે એક્ટર છે તેની સાથે ૧૦ એપ્રિલે સગાઈ કરી હતી. બંનેએ ૮મી જુલાઈએ કાશ્મીરમાં લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે તેને જીવનનો સૌથી યાદગાર અનુભવ ગણાવ્યો હતો.
જાે કે, બધું એટલું પણ સરળતાથી થયું નહોતું. તેણે જણાવ્યું હતું કે ‘અમારા લગ્નના ઠીક એક અઠવાડિયા પહેલા, વેડિંગ પ્લાનરે ના પાડી દીધી હતી, લગ્નસ્થળ સીલ થઈ ગયું હતું અને હવામાન વિભાગે ત્યાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પરંતુ અંતમાં બધું થાળે પડ્યું હતું. અમે અમારી રીતે બધું મેનેજ કર્યું હતું. તે વધુ મુશ્કેલ હતું કારણ કે હું તે સમયે મારા વતન દિલ્હીમાં હતી.
લગ્ન વિશે વાત કરતાં, અનિલા ખરબંદાએ કહ્યું હતું કે ‘બ્રાઈડ તરીકે મેં શિકારા પર એન્ટ્રી લીધી હતી અને બધું ગ્રાન્ડ તેમજ સુંદર હતું. લગ્ન પહેલા બધું અસ્તવ્યસ્ત હોવા છતાં, લગ્નનો દિવસ યાદગાર બની રહ્યો. હું તેના પરિવાર સાથે રાયપુરમાં (છત્તીસગઢ) છે.
તેમણે મને ખૂબ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું છે. હનીમૂન માટે અમે યુરોપ જવાના છીએ. અનિલા ખરબંદાએ તેના સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ ફંક્શનથી લઈને લગ્નની ઢગલો તસવીરો શેર કરી છે. સૌથી પહેલા તેણે તેની ફ્રેન્ડ્સ સાથે કોઈ વિલામાં બેચલરેટ પાર્ટી કરી હતી.
જેનો વીડિયો તેણે શેર કર્યો છે. મહેંદી સેરેમનીમાં તેણે પેસ્ટલ કલરનું ટોપ અને પિંક કલરનો પ્લાઝો પહેર્યો હતો. આ સાથે તેણે વાળ બાંધીને રાખ્યા હતા. ઓવરઓલ લૂકમાં તે સુંદર લાગતી હતી. અનિલા ખરબંદા અને પ્રતિક ગર્ગની હલ્દી સેરેમની સાથે થઈ હતી.
બંનેએ આ દિવસે યલ્લો કલરમાં ટિ્વનિંગ કર્યું હતું અને એકબીજાને ખૂબ પીઠી લગાવી હતી. સંગીત સેરેમનીમાં પણ અનિલા અને પ્રતિકે રેડ કલરના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. એક્ટ્રેસે રેડ કલરનું ફુલ સ્લીવવાળું શિમરી ગાઉન પહેર્યું હતું તો પ્રતિક રેડ કલરના કૂર્તા અને પાયજામામાં હેન્ડસમ લાગતો હતો. બંનેએ સ્ટેજ પર ડાન્સ પણ ખૂબ કર્યો હતો. તેમના લગ્ન પણ કોઈ પરિકથાથી કમ નહોતા.
તેમના લગ્નની તસવીરો આંખોને ગમી જાય તેવી છે. લાલ કલરના જાેડામાં અનિલા સુંદર લાગતી હતી અને કાશ્મીરની સુંદરતાએ તેમાં ચાર ચાંદ લગાવ્યા હતા.SS1MS