ઇન્ડસ્ટ્રીમાં અવગણના સામે ઝઝૂમી રહેલી અંજના સુખાની
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Anjana-Sukhani-1024x683.jpg)
મુંબઈ, અંજના સુખાની ફિલ્મોનો જાણીતો ચહેરો છે, તે ઘણી ફિલ્મોમાં સપો‹ટગ રોલમાં જોવા મળી છે. તાજેતરમાં એક ઇન્ટવ્યૂમાં તેણે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’ કઈ રીતે અવગણનાનો સામનો કરવો પડ્યો હતો એ અંગે ખુલીને વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે ફિલ્મમાં તેનો રોલ મહત્વનો હતો છતાં પ્રમોશનમાં માત્ર અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજિત દોસાંજ અને કિઆરા અડવાણી પર જ ધ્યાન કેન્દ્રિત કરી દેવાયું હતું.ફિલ્મમાં અંજનાએ અક્ષયની બહેનનો રોલ કર્યાે હતો.
તેણે પોતાની નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું, “હું સમજું છે કે ફિલ્મમાં જેમનો મુખ્ય રોલ છે તેઓ દેશના સૌથી મોટા સ્ટાર્સ છે. અમારી ફિલ્મમાં કરીના કપુર ખાન, અક્ષય કુમાર, કિઆરા અડવાણી અને દિલજિત દોસાંજ હતા.
એ લોકો આજે દેશના લોકપ્રિય સ્ટાર્સ છે અને હું લીડ રોલમાં નહોતી પરંતુ મને લાગે છે કે મારો રોલ ફિલ્મમાં મહત્વનો તો હતો જ કે એણે જ એ લોકોને સમજાવ્યા હતાં કે એ લોકો આ રીતે પણ કરી શકે છે.”અંજનાએ તેના કૅરિઅરના ચડાવ-ઉતાર અંગે પણ વાત કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેને ગૂડ ન્યુઝ મળી એ પહેલાં તે નબળાં તબક્કામાંથી પસાર થઈ રહી હતી.
અંજનાએ કહ્યું, “એક એવો સમય હતો જ્યારે લગભગ એક કે બે વર્ષ સુધી મારી પાસે ખાસ કોઈ કામ નહોતું અને પછી ગૂડ ન્યુઝ મળી. હું એવું નથી કહેતી કે એ લોકો મને બધે સાથે રાખે કારણ કે સ્ટોરી બે કપલની જ હતી. સમજી શકાય, પરંતુ પ્રમોશનની એક પણ ઇવેન્ટમાં મને ગણવાની જ નહીં? મને લોકોની આવી માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજાતી નથી.”
એક કલાકાર સ્ટાર હોય કે નહીં પરંતુ તેની પોતાની એક વિશ્વસનીયતા હોય છે, આ અંગે અંજનાએ કહ્યું, “મને સમજાતું નથી. જો તમે એક કલાકારને તમારી ફિલ્મ માટે પસંદ કરો છો, દરેક કલાકારની એક વિશ્વસનીયતા હોય છે. તમારી કદાચ સોમાંથી સો હશે તો મારી કદાચ ૧૦૦માંથી ૨૦ હશે. એનો કોઈ વાંધો નથી, પણ એટલીનો ઉપયોગ તો કરો.
અક્ષય કુમારને પબ્લિસિટીની જરૂર નથી, એ અક્ષય કુમાર છે. પરંતુ મને જરૂર છે. હું કરીના કપૂર નથી, એટલે મારે જરૂર છે. બીજા કલાકારો કરતાં મને થોડી લોકોની નજરમાં આવવાની જરૂર છે.”અંજનાએ પછી આ ફિલ્મના કો-પ્રોડ્યુસર અક્ષય કુમારનો સંપર્ક કર્યાે હતો, “મેં અક્ષયને આ વિશે વાત કરી, કારણ કે મને દુઃખ થયું હતું કે મને ક્યાંય સાથે રાખવામાં આવી નહોતી.
મેં તેને કહ્યું, કે મહેરબાની કરીને મને થોડી મદદ કરો, તમારી થોડી મદદથી મને મોટી મદદ મળશે, તેમાં કોઈનું નુકસાન નથી. હું કોઈ પાંચ વધારાના ઇન્ટરવ્યૂ કરીશ તો કોઈનું સ્ટારડમ ઘટશે નહીં. હા થોડી વધારાની ટિકિટ વેચવામાં મદદ જરૂર મળશે.
એ બહુ દયાળુ હતા, તેણે ધર્મા પ્રોડક્શન્સની ઓફિસમાં મારા માટે એક પ્રેસ મીટનું આયોજન કર્યું હતું અને ત્યાં મેં થોડા ઇન્ટરવ્યૂ આપ્યા હતા.”SS1MS