Western Times News

Gujarati News

વડાપ્રધાનના અંજારના કાર્યક્રમ માટે 2400 GSRTCની બસોનો ઉપયોગ કરાશે

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

(જનક પટેલ) ગાંધીનગર,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 28મી તારીખે કચ્છ ભુજ ખાતેના કાર્યક્રમ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાજ્યના જિલ્લાઓમાંથી એસટી બસોની સેવા પૂરી પાડી છે. જેમાં 2400 એસટી બસોનો ઉપયોગ કરવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કચ્છ ભુજના કાર્યક્રમને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આ કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની એસટી બસો પણ કચ્છ ભુજ ખાતે દોડાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ એ આ કાર્યક્રમ માટે કુલ 2400 એસટી બસોની વ્યવસ્થા કરી છે જેમાં રાજકોટ વિભાગમાંથી 210 બસ અમરેલીમાંથી 100 બસ ભાવનગર માંથી 55 બસ ભુજ માંથી 165 જામનગરમાંથી 100 બસ, જૂનાગઢમાંથી 125 ઉપરાંત વડોદરામાંથી 85 ગોધરા વિભાગમાંથી 125 હિંમતનગર વિભાગમાંથી 185 નડિયાદમાંથી 400

ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના અલગ અલગ વિભાગોમાંથી 400 તેમજ સૌથી વધુ 250 એસ.ટી બસો પાલનપુર વિભાગની આ કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે.

જેમાં 27 ઓગસ્ટની સાંજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે પ્રવાસના બીજા દિવસે કચ્છ જિલ્લાની મુલાકાતે જશે. જ્યાં ભૂજ ખાતે વિવિઘ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં ‘સ્મૃતિ વન મેમોરિયલ’, વીર બાળ સ્મારક, રિજનલ સાયન્સ સેન્ટર, સહિતના મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ. ત્યાર બાદ તેઓ સાંજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના 40 વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.