અંજુમ ફકીહ દોઢ વર્ષથી સિક્રેટ રિલેશનશિપમાં છે
મુંબઈ, ટીવી સીરિયલ કુંડલી ભાગ્યથી ઘર-ઘરમાં ઓળખ મેળવનારી ફેમસ અભિનેત્રી અંજુમ ફકીહે પોતાના રિલેશનશિપ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અંજુમે પહેલીવાર પોતાના અંગત જીવન પર ખુલીને વાત કરી છે.
આટલુ જ નહીં, તેણે જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ કોઈ મોડલ કે એક્ટર નથી. તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો નથી. તે પાછલા દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે. તેણે આ વાત છુપાવવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. અંજુમ ફકીહે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, હું લગભગ પાછલા દોઢ વર્ષથી એક છોકરાને ડેટ કરી રહી છું. મેં ક્યારેય ખુલીને વાત નથી કરી, અને મારા પ્રેમને એક્સપ્રેસ નથી કર્યો. કારણકે મને લાગે છે જ્યાં સુધી પાકાપાયે કંઈ ના થાય, ત્યાં સુધી મને લાગ્યું કે વાત છુપાવી રાખવી જાેઈએ. હું ખરેખર વિશ્વાસ કરુ છું કે નજર લાગી જાય છે.
માટે પોતાના સુધી સીમિત રાખવું જાેઈએ. જાે કે, અંજુમે પોતાના પાર્ટનરનું નામ અને ઓળખ હજી જાહેર નથી કર્યા. પરંતુ તેણે ચોક્કસપણે જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો નથી. અંજુમ જણાવે છે કે, હું મોડલ હતી, માટે મેં મોડલ અને એક્ટર્સને ડેટ કર્યા છે.
મને પછીથી સમજાયું કે, બીજી ઈન્ડસ્ટ્રીના લોકોને પણ ડેટ કરવું પણ જરુરી છે. મારી બોયફ્રેન્ડ સાથેની વાતચીત અત્યંત સરળ હોય છે. હું તેની પાસેથી ઘણું શીખી પણ રહી છું. અંજુમે જણાવ્યું કે, ડાઈ હાર્ડ રોમાન્ટિક હોવા છતાં પાછલી રિલેશનશિપ સફળ નહોતી રહી.
હું યોગ્ય સમયની રાહ જાેઈ રહી છું. મેં આ વાત ઘણી મોડી શીખી છે. હું એક ઘણી ઈમ્પલસિવ છોકરી છું. હું સ્ટ્રેટ ફોરવર્ડ અને બ્લંટ છું. મારા પાર્ટરને મને અનુભવ કરાવ્યો કે પોતાની જાતને શાંત રાખવી અને ખુલ્લા દિમાગથી કામ કરવું કેટલું જરૂરી છે.
અમારું રિલેશનશિપ અત્યારે સારું ચાલી રહ્યું છે. અમે એકબીજાને ઓળખી રહીએ છીએ. અંજુમે આગળ જણાવ્યું કે, મારા પરિવારને ખબર છે કે હું કોને પસંદ કરુ છું અને તેઓ પણ આ રિલેશનશિપ આગળ વધે તેની રાહ જાેઈ રહ્યા છે.
ભૂતકાળમાં આટલા બ્રેક-અપ થયા હોવા છતાં પ્રેમ પરથી મારો વિશ્વાસ નથી ઉઠ્યો. પ્રેમની હંમેશા જીત થાય છે. હું અત્યારે કોઈ ઉતાવળ કરવા નથી માંગતી. માટે લગ્ન વિશે પણ વિચાર્યુ નથી. તમને જણાવી દઈએ કે અંજુમની કો-સ્ટાર શ્રદ્ધા આર્યાએ પણ ઈન્ડસ્ટ્રીની બહારના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.SS1MS