Western Times News

Gujarati News

અંકિતા ભંડારી મર્ડર કેસમાં ભાજપના આ નેતાના પુત્રની સંડોવણી બહાર આવી

Ankita Bhandari murder case uttarakhand

ઋષિકેશ, ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકેસનો મામલો હાલ ગરમાયો છે. એક તરફ રાજ્યની સરકાર આરોપીઓને કડક સજા અપાવવાની વાત કરી છે તો બીજી તરફ અંકિતાના પરિવારજનો પર અવિશ્વાસ કરી રહ્યા છે.

અંકિતા ભંડારીની હત્યામાં પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના નેતા વિનોદ આર્યના દીકરા પુલકિત આર્યની સંડોવણી સામે આવી છે, જેના કારણે માહોલ ગરમાયો છે. શનિવારે ઋષિકેશ એમ્સમાં અંકિતના પોસ્ટમોર્ટમ બાદ શબના અંતિમ સંસ્કાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

તેમણે સરકાર પાસે ન્યાયની માગણી કરાઈ રહી છે. તેમને અંતિમ સંસ્કાર માટે મનાવવામાં આવ્યા હોવા છતાં તેઓ માનવા માટે તૈયાર નથી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ અંકિતાના પરિવારજનો સાથે વાત કરી છે. તેમણે દીકરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે વિશ્વાસ અપાવ્યો કે અંકિતાના ગુનેગારોને તમામ કિંમતે સજા અપાવવાની ખાતરી આપી છે.

અંકિતાના પરિવારજનોએ આ મામલે સરકારને ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી છે. અંકિતાના પિતાએ મુખ્યમંત્રી ધામી સાથે વાતચીત કરતી વખતે કડક સજા કરવા આરોપી પાસે માંગ કરી છે. તેમણે કહ્યું કે આખા મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. આરોપીઓને કડક સજા અપાવવામાં આવશે.

સીએમએ કહ્યું દીકરીના આરોપીઓને કોઈ પણ સ્થિતિમાં છોડવામાં આવશે નહીં. તેમણે પીડિતના પિતાને જણાવ્યું કે અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે આ મામલે ન્યાય મળશે. મુખ્યમંત્રીએ વાતચીત કર્યા પછી પરિવારે અંતિમ સંસ્કારની તાયારી શરુ કરી દીધી.

અંકિતા હત્યાકાંડમાં હત્યાર સુધીમાં ઘણો અલગ રીતે ચાલ્યો છે. વનંત્રા રિસોર્ટમાં કામ કરતી રિસેપ્શનિસ્ટ ૧૯ વર્ષની અંકિતા ભંડારી ૧૮ સપ્ટેમ્બરે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. રિસોર્ટના માલિક પુલકિત આર્ય તરફથી તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુરુવાર સુધી અંકિતાની કોઈ ભાળ મળી નહોતી. જે પછી લક્ષ્મઝુલા પોલીસ સ્ટેશનને કેસ ટ્રાન્સફર કર્યો હતો. જે પછી હવે પોલીસે તપાસ કરી તો તેમાં રિસોર્ટના સંચાલકો અને મેનેજરોની ભૂમિકા સામે આવી છે.

૧૭ સપ્ટેમ્બરઃ વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની ચેટ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ માલિક પુલકિત આર્ય અને મેનેજરો પર વીઆઈપી ગેસ્ટ માટે સ્પેશિયલ સર્વિસ આપવાની વાત કરી રહી હતી. મિત્ર તરફથી વાયરલ કરાયેલા વોટ્‌સએપ ચેટ પર હોબાળો થયો.

૧૮ સપ્ટેમ્બરઃ રિસોર્ટના માલિક પુલકિત આર્ય અને અંકિતા ભંડારી વચ્ચે ઝઘડો થયો હતો. પુલકિતે રિસોર્ટને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. મિત્રો વચ્ચે ખોટી રીતે વાતને રજૂ કરાતી હોવાનો મામલો સામે આવ્યો. મેનેજરે બન્નેને શાંત પાડ્યા હતા.

રાત્રે અકિતાને પુલકિત આર્યાએ બહાર આવવા કહ્યું હતું. પછી પુલકિત અને તેના મિત્રો સાથે બધા બહાર ગયા હતા. પુલકિત અને તેના મેનેજરોએ સ્વીકાર્યું કે તેમનો ઝઘડો થતા અંકિતાને નહેરમાં ધક્કો મારી દીધો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

૧૯ સપ્ટેમ્બરઃ પુલકિત અને તેના મિત્રો અંકિતાની હત્યાને ગુમ થઈ હોવામાં ખપાવવાનું પ્લાનિંગ કરી લીધું હતું. ૨૨ સપ્ટેમ્બરઃ અંકિતાના ગુમ થવાના મુદ્દે પરિવારે પોલીસ પર દબાણ વધાર્યું હતું. અંકિતાની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ પછી કેસ લક્ષ્મણ ઝુલા પોલીસને સોંપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.