Western Times News

Gujarati News

અંકિતા લોખંડે અને વિકી જૈને વ્હાઈટ વેડિંગ કર્યા

મુંબઈ, બોલિવુડ સેલેબ્સમાં વ્હાઈટ વેડિંગ કરવાનો ક્રેઝ વધારે છે. જાે તેઓ પરંપરાગત રીતિ-રિવાજથી લગ્ન કરી પણ લે તો બાદમાં પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ચર્ચમાં ફરીથી લગ્ન કરતા હોય છે. અગાઉ માહી વિજ-જય ભાનુશાળી આમ કરી ચૂક્યા છે અને હવે અંકિતા લોખંડે અને વિકી જૈને ફરીથી લગ્ન કર્યા છે. Ankita Lokhande and Vicky Jain had a white wedding

બંનેએ મરાઠી રીતિ-રિવાજથી ડિસેમ્બર ૨૦૨૧માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. તેમણે દરેક પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. હવે તે ફરીથી લગ્ન કરવા માટે ચર્ચામાં છે. તેણે પોતે જ સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિ સાથેનો એક રોમેન્ટિક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે.

આ જાેઈ બધાએ ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. અંકિતા લોખંડેએ મંગળવારે વીડિયો શેર કર્યો હતો. જેમાં જાેઈ શકાય છે કે, તેણે લાઈટ પિંક કલરની સાડી પહેરી છે જ્યારે વિકી જૈને વ્હાઈટ શર્ટ, વ્હાઈટ બ્લેઝર અને બ્લેક પેન્ટમાં છે. બંને પાદરીની સામે એકબીજાને વચન આપી રહ્યા છે અને બાદમાં કિસ પણ કરે છે. જે બાદની તસવીરોમાં તેઓ એકબીજામાં ખોવાયેલા દેખાયા. કેટલાકમાં તેઓ રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે.

બંને ‘મેડ ફોર ઈચ અધર’ લાગી રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે ‘અમે ફરીથી લગ્ન કરી લીધા #watchtilltheend. આરતી સિંહે કોમેન્ટ કરી છે વાહ…. બિઝ દોરાબજીએ લખ્યું છે ‘અદ્દભુત’, તો કૌર દલજીતે કોમેન્ટ કરી છે ‘સ્ટનિંગ તસવીરો’. આ સિવાય કેટલાક ફેન્સે બંનેની જાેડીને વખાણી હતી તો કેટલાકે રેડ હાર્ટ ઈમોજી મૂક્યા હતા.

આ સિવાય અંકિતા લોખંડેએ વધુ એક પોસ્ટ પર શેર કરી હતી, તેમાં પણ પતિ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો હતી. આ સાથે લખ્યું હતું ‘મેં વિશ માગી હતી, હું આજુબાજુ ફરી અને ત્યાં તું હતો. આઈ લવ યુ મિ. જે’.

તેણે પોતાના સોલો ફોટોશૂટની પણ ઘણી તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘તમારો ચહેરો હંમેશા સૂર્યપ્રકાશી તરફ લાખો અને પડછાયાને તમારી પાછળ રહેવા દો.

લવ સ્ટોરીની વાત કરીએ તો, એક ઈન્ટરવ્યૂમાં અંકિતા લોખંડેએ કહ્યું હતું કે, વિકી જૈન અને તેણે એક મહિના સુધી ડેટિંગ કર્યું હતું અને લગ્ન કરવા માગતા હતા, પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. અંકિતાએ કહ્યું હતું કે, વિકીને શંકા હતી કે તે મુંબઈમાં ઘર નહીં બનાવી શકે. ‘અમારું અફેર શરૂ થયું તે જ મહિને અમારે લગ્ન કરી લેવા હતા. એક મહિનો માંડ અફેર ચાલ્યું હતું અને અમારું બ્રેકઅપ થઈ ગયું હતું. આ ભાગી ગયો હતો. તેને થતું હતું કે તે કદાચ મુંબઈમાં ઘર નહીં બનાવી શકે’.

અંકિતા વિકીને ગુમાવવા નહોતી માગતી અને તેથી બંનેએ મિત્રો બનીને રહેવાનું નક્કી કર્યું હતું. થોડા સમય બાદ ફરી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અંકિતાએ વિકીને તેના માતા-પિતાએ લગ્ન માટે પૂછવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું હતું. આખરે બંને ડિસેમ્બર ૨૦૨૧માં ધામધૂમથી પરણી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.