સુશાંત સિંહે આપેલી ગિફ્ટને અંકિતાથી ખોવાઈ ગઈ
મુંબઈ, બિગ બોસ ૧૭ના ઘરમાંથી બહાર નીકળ્યાના થોડાં દિવસો બાદ જ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના ઘરેથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસના પાલતુ કૂતરાએ દુનિયાને અલવિદા કહી દીધું છે અને દુનિયામાંથી વિદાય લેવાથી અંકિતા ખૂબ જ ભાવુક થઈ ગઈ છે.
અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર તેના પાલતુ કૂતરાના મૃત્યુની માહિતી આપી છે. અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના પાલતુ કૂતરા સ્કોચનો ફોટો શેર કર્યો છે અને માહિતી આપી છે કે સ્કોચ હવે આ દુનિયામાં નથી.
અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હે બડી મમ્મા, તમને ખૂબ જ યાદ કરવામાં આવશે. શાંતિથી આરામ કરો સ્કોચ.’ અંકિતાના ફેન્સે આ ભાવનાત્મક પોસ્ટ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ કૂતરો અંકિતાને તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતે ભેટમાં આપ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કોચ સાથે રમતા જોવા મળી રહ્યો છે. બિગ બોસની સીઝન ૧૭માં પોતાની શાનદાર રમતથી લોકોનું દિલ જીતનારી અંકિતાની આ પોસ્ટ સામે આવતા જ તેના ફેન્સ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘ભગવાન આત્માને શાંતિ આપે’, બીજા યુઝરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું,
‘તમે તમારૂ ધ્યાન રાખો. અન્ય એક યુઝરે અંકિતાની પોસ્ટ પર લખ્યું, ‘હે ભગવાન, ધ્યાન રાખજો.’અંકિતાની પોસ્ટ પર તેના ખાસ મિત્ર અમૃતા ખાનવિલકરે પણ ‘સ્કોચ’ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોમેન્ટ કરતી વખતે તેણે લખ્યું, ‘હે ભગવાન, તેની આત્માને શાંતિ મળે.’ તમને જણાવી દઈએ કે અમૃતા ખાનવિલકર પણ બિગ બોસના ઘરમાં તેના મિત્રને સપોર્ટ કરતી જોવા મળી હતી.SS1MS