અંકિતાએ અર્ચનાનું પાત્ર નિભાવી કરોડો ચાહકોના દિલ જીત્યા
મુંબઈ, બિગ બોસ ૧૭માં અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન જાેવા મળી રહ્યા છે. શો દરમિયાન બંને ઘણીવાર નાની નાની બાબતો પર લડતા જાેવા મળે છે. બિગ બોસમાં અંકિતા કેટલાક પોતાના અંગત ખુલાસા પણ કર્યા છે. અંકિતા લોખંડેનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ઈન્દોરમાં શશિકાંત (એક બેંકર) અને વંદના પાંડિસ (શિક્ષક)ના ઘરે થયો હતો અને સૂરજ અને જ્યોતિ નામના બે નાના ભાઈઓ છે. અંકિતા લોખંડેએ વર્ષ ૨૦૦૯ખી એકતા કપુરની સીરિયલ પવિત્ર રિશ્તાથી એક્ટિગ કરિયરની શરુઆત કરી હતી. અંકિતા અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
તેમણે મણિકર્ણિકા અને બાગી ૩ સારી એવી ભૂમિકા નિભાવી છે. શશિકાંત લોખંડેનું આ વર્ષે નિધન થયું છે. અંકિતા લોખંડેને ટીવી સિરીયલ પવિત્ર રિશ્તાથી મોટી ઓળખ મળી છે. અંકિતાએ આ સિરીયલમાં અર્ચનાનું પાત્ર નિભાવ્યું હતુ.
સુશાંત સિંહ રાજપુત સાથે સ્ક્રિન શેર કરી હતી. બંન્ને અંદાજે ૬ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. ત્યારબાદ બંન્નેનું બ્રેકઅપ થયું હતુ. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતાની જાેડીએ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ને હિટ બનાવી હતી. ચાહકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. આ સીરિયલમાં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા પરંતુ થોડા વર્ષો પછી તેમના રસ્તા અલગ થઈ ગયા હતા.
હવે અંકિતા વિકી જૈન સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. પરંતુ અભિનેતાના મૃત્યુ પછી ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી. વિકી જૈન એક બિઝનેસમેન છે હાલમાં પતિ-પત્નીની જાેડી બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ અંકિતા લોંખડે કરતા તેના પતિ વિકી જૈનને ખુબ પસંદ કરી રહ્યા છે. વિકી જૈન એક બિઝનેસમેન છે હાલમાં પતિ-પત્નીની જાેડી બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે. પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ચાહકો સાથે બંન્ને વીડિયો અને ફોટો પણ શેર કરતા રહે છે.SS1MS