Western Times News

Gujarati News

AAPના ઉમેદવારને ચેક રિટર્ન કેસમાં ૬ મહિનાની સાદી કેદનો હુકમ કરતી કોર્ટ

ભરૂચ, મતદાનના એક દિવસ પૂર્વે જ ભરૂચ જીલ્લાની અંકલેશ્વર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારની મુશ્કેલી વધી ગઈ હતી.અંકલેશ્વર બીજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપ ના ઉમેદવાર અંકુર પટેલને રૂપિયા ૨ લાખના ચેક રીટર્ન કેસમાં આજે બુધવારે ૬ મહિનાની સાદી કેદનો હુકમ કર્યો હતો. Ankleshwar AAP candidate cheque return case

ભરૂચની પાંચ વિધાનસભા બેઠક માટે ગુરૂવારે મતદાન હાથ ધરનાર હતું.જે પેહલા આજે બુધવારે અંકલેશ્વર આપના ઉમેદવારને કોર્ટે ૬ મહિનાની જેલની સજાનો હુકમ કર્યો હતો.

અંકલેશ્વર આપના ઉમેદવાર અંકુર પટેલનો કોસમડી ગામે માતંગી કોર્પોરેશન નામનો પેટ્રોલ પંપ આવેલો છે.જ્યાં તેમની મુલાકાત વર્ષ ૨૦૨૦ માં ગામના જ મોહમદ સલીમ ઈસ્માઈલ વડીઆ સાથે થઈ હતી.જેઓ ગાડીઓ લે વેચનો ધધો કરતા હોય પેટ્રોલ પુરાવા આવતા હતા.

જે બાદ અંકુર પટેલ તેમની પાસે જરૂર હોય ત્યારે નાણાકીય લેવડ કરતા હતા.ગત ૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ અંકુર પટેલે જરૂર હોય ૨ લાખ માંગતા સલીમ વાડિઆ એ ચેક આપ્યો હતો.સમય જતાં નાણાં પરત માંગતા આપના ઉમેદવારે સામે ચેક આપ્યો હતો.જે ચેક ૮ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ બેંકમાં નાખતા ઈંશફિશયન્ટ ફંડના શેરા સાથે પરત ફર્યો હતો.

ફરિયાદીએ પોતાના નાણાંની માંગણી કરતા નહિ આપતા અંતે ૨૬ ફેબ્રુઆરીના રોજ સલીમભાઈએ તેમના વકીલ મારફતે નોટિસ બજાવી હતી.જેનો પણ કોઈ ઉત્તર નહિ મળતા આખરે કોર્ટમાં ૨૫ માર્ચ ૨૦૨૧ ના રોજ ફરિયાદ નોંધવાઈ હતી.

ચેક રીટર્ન કેસમાં અંકલેશ્વરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજીએ આપના ઉમેદવારને કસૂરવાર ઠેરવી ૬ મહિનાની સાદી કેદનો આજે હુકમ કર્યો હતો.સાથે ૩૦ દિવસમાં રૂપિયા ૨.૨૫ લાખ કોર્ટમાં જમા કરાવવા અને તેમાંથી ૨.૧૦ લાખ ફરિયાદીને ચૂકવવા આદેશ કરાયો હતો. જાે તેમ ન કરે તો વધુ ૬ મહીનાની સાદી કેદની સજા ફરમાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.