Western Times News

Gujarati News

અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને સ્ક્રેપમાં ખપાવવાનું કૌભાંડ?

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાતમાં અનેક કૌભાંડો સામે આવતા હોય છે પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે આવવા જવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સાયકલનો સમયસર લાભાર્થીઓને લાભ ન આપવામાં આવ્યો હોય અને સાયકલનો મોટો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હોય અને હવે તેને સ્ક્રેપમાં ખપાવી વેચવાનું કૌભાંડ ઊભું કરાયું હોય તેવા આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના લોકોએ કર્યો છે.

ભરૂચ જિલ્લામાં સરકારમાંથી રૂપિયો નીકળે છે પરંતુ લાભાર્થી સુધી પાંચ પૈસા પણ પહોંચતા નથી તેઓ કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર પંથકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત ૨૦૧૫ થી બાળકો અને બાળકોને ઘરેથી શાળાએ આવવા જવા માટે સાયકલો વિનામૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે

પરંતુ સરકાર તરફથી આવતી સાઇકલો ખરેખર લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ખરી આવા પ્રશ્નો ઊભા થયા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ઘણી પ્રાથમિક શાળાઓમાં મોટી માત્રામાં સરકારમાંથી આવેલી સાયકલો નવી નકોર બિન ઉપયોગી હોવાનું રટણ કરી સ્ક્રેપમાં ખપાવી વેચવાનું કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

અને આ સાઇકલો ભંગાર થઈ ગઈ હોય તેને સ્ક્રેપમાં કન્વર્ટ કરી ઠરાવ કરી ભંગાણના ભાવે વેચવામાં આવનાર હોય ત્યારે સાચા અર્થમાં આટલી મોટી માત્રા એટલે કે ૫૦૦ થી વધુ સાયકલો આખરે અધિકારીઓ અને શિક્ષણ વિભાગની અણ આવડતના કારણે અને સમયસર લાભાર્થીઓને સાયકલ ન મળતા બિન ઉપયોગી બની બની ગયો હોવાનું કહી મોટું કૌભાંડ કરવામાં આવતું હોવાનું આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ના અગ્રણીઓએ કર્યો છે.

૨૦૧૫ થી ૨૦૨૪ સુધી સરકારમાંથી આવેલી સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં નહીં આવી એક જગ્યાએ મોટો જથ્થો એકત્રકરી હવે તેને સ્ક્રેપમાં ખપાવી એટલું જ નહીં આ સાયકલના જથ્થાઓ સાથે મોટી માત્રામાં સરકારમાંથી આવેલા પુસ્તકોને પણ એક તરફ જથ્થો કરવામાં આવ્યો છે

અને તેનો સમયસર ઉપયોગ કરવામાં આવ્યો ન હોય અને પુસ્તકો પણ આ જ પ્રકારે વેચાણ કૌભાંડ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના અપક્ષ નગરસેવક દ્વારા કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.