અંકલેશ્વરની ફેક્ટરીમાંથી ૫ હજાર કરોડના નશીલા પદાર્થ કોકેઈન મળી આવતા ૩ ડિરેકટરો સહિત પ ની ઘરપકડ
દિલ્હીમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થ કોકેઈનનો રેલો અંકલેશ્વરમાં લંબાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાતમાં નશીલા પદાર્થના ઉત્પાદનમાં ક્યાંકને કાયક ભરૂચ જીલ્લાનું નામ સામે આવી રહ્યું છે.
દિલ્હીમાં ૮ હજાર કરોડના ડ્રગ્સના જથ્થાનું કનેક્શન ભરૂચ સુધી લંબાયું હોય તેમ અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર ડ્રગ્સ કંપનીમાં નશીલા પદાર્થનું ઉત્પાદન થતું હોવાની માહિતી સામે આવતા દિલ્હી અને ગુજરાત પોલીસ સંકલનમાં રહી અંકલેશ્વરની કંપનીમાં દરોડા પાડી ૫૧૮ કિલો ડ્રગ્સના જથ્થા કિંમત અંદાજે ૫ હજાર કરોડનો મુદ્દમાલ મળી આવતા કંપનીના ડિરોક્ટરો સહીત બે મળી ૫ લોકોની ઘરપકડ કરાઈ હોવાની માહિતી સામે આવી છે.
૧ લી ઓક્ટોબરના રોજ દિલ્હીમાં ૮ હજાર કરોડનું કોકેઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો અને દિલ્હી પોલીસની તપાસમાં સમગ્ર નશીલા પદાર્થનો કારોબાર ભરૂચ જીલ્લા સુધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા જ અને અંકલેશ્વરની કંપની સાથે કરાર પણ કરાયા હોવાની પ્રાથમિક માહિતીના આધારે દિલ્હી પોલીસે ગુજરાત પોલીસ,એસઓજી અને
સ્થાનિક પોલીસને સાથે રાખી અંકલેશ્વર જીઆઇડીસી એસ્ટેટમાં આવેલ આવકાર ડ્રગ્સ પ્રા.લીમીટેડ કંપનીમાં દરોડા પડતાં જ કંપની માંથી કોકેઈન સહિત લો મટીરીયલ સહીત નશીલા પદાર્થનો મોટો જથ્થો મળી આવતા અંદાજે ૫૧૮ કિલો જેની કિંમત આશરે ૫ હજાર કરોડનો મુદ્દામાલ મળી આવતા દિલ્હી પોલીસ અને સ્થાનિક પોલીસ સૌ પ્રથમ ચોંકી ઉઠી હતી.
પોલીસે રવિવારે સવારથી જ કંપનીમાં ધામા નાંખ્યા હતા અને સતત નશીલા પદાર્થનું ચેકીંગ કર્યું હતું અને અંતે વહેલી સવારથી સોમવારની વહેલી સવાર ૫ વાગ્યા સુધી સતત અધિકારીઓએ કંપનીમાં ધામા નાંખી પોતાની કામગીરી કરી હતી અને કંપની માંથી મળી આવેલ મોટો નશીલા પદાર્થનો જથ્થો ફોર વહીલર બંધ બોડીના ટેમ્પામાં ભરી પોલીસે મુદ્દમાલ જપ્ત કર્યો હતો
અને સ્થળ ઉપરથી જ કંપનીના ડિરેક્ટર તરીકે અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા, વિજય ભેંસાનીયા સહીત કંપનીના લેબ ટેક્નિશયન સહીત એક મળી ૫ લોકોને પોલીસ ગાડીમાં બેસાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
નશાના કારોબારમાં ઝડપાયેલા કંપનીના ડિરેકટરો સહીત બે મળી ૫ લોકોની ઘરપકડ કરી તેઓ આ કંપનીમાં કેટલા સમયથી નશીલા પર્દાથનું ઉત્પાદન કરતા હતા? તેવી તમામ માહિતી ઉકેલવા માટે ઝડપાયેલા નશાના કારોબારીઓને અંકલેશ્વરની નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે.