૩૬ વર્ષની સેવા આપનાર પ્રાથમિક શાળા ખરોડના શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તાલુકા નાં ખરોડ ગામે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખરોડ ખાતે તા.૧૫/૧૨/૧૯૮૮ થી તા.૨૮/૨/૨૦૨૫ સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષ ની સેવામાં એક દિઘૅ અને પ્રેરણા દાયક કારકિર્દી દરમ્યાન તેમણે અસંખ્ય વિધાર્થીઓનાં જીવન નેં જ્ઞાન અને સ્નેહ થી સિંચીત કર્યા છે.
જેઓની સુદિઘૅ સેવા બાદ વય નિવૃત થનાર ઝુલેખાબાનું આઈ ભૈયાતનો તા.૨૨/૨/૨૦૨૫ નાં રોજ સવારે ૧૧ કલાકે સન્માન સહ વિદાય સમારંભ ખરોડ પ્રાથમિક શાળાનાં પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા (નગરપાલિકા અંકલેશ્વર શાળા) તથા સામાજીક અગ્રણી ગજેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને અને ઉપસ્થિત તાલુકા
અને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામ પંચાયત ખરોડનાં સરપંચ, ડે.સરપંચ, હોદ્દેદારો,એસ?એમસીનાં સદસ્યો, ગ્રામજનો તથા યુવાનો અને ખરોડ અંજુમન હાઈસ્કુલ તથા વાલિયા હાઈસ્કુલ,અંકલેશ્વર, પીરામણ, સંજાલી, પાનોલી, ભાદી, ભરણ, હથુરણ અને આજુ બાજુ ગામની શાળાનાં શિક્ષકો શાળા પરિવાર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ વિદાય સમારંભ નાં પ્રારંભે કિરઅત તથા પ્રાર્થના, શાળાનાં બાળકો એ જીવન અંજલી થાજો ગીત રજું કરી ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો ને આવકાર્યા હતા.જ્યારે મહાનુભાવોનું સ્વાગત ગ્રામ પંચાયતનાં હોદ્દેદારો તથા તલાટી કમ મંત્રી અને શાળાનાં મુખ્ય શિક્ષક ભાવિક પટેલ દ્વારા શાબ્દિક અને પુષ્પ ગુચ્છ આપી કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન માં ઉપસ્થિત વક્તાઓએ શિક્ષિકા ઝુલેખા બહેનનાં ૩૬ વર્ષનાં કાર્યકાળ દરમ્યાન આપેલી સેવાઓ નેં બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે વય નિવૃત થનાર ઝુલેખા બહેન ભૈયાતએ તેમનાં કાર્યકાળ દરમ્યાનનાં સંસ્મરણોને તાજાં કરી વાગોળ્યા હતા અને તમામ ગ્રામજનો તથા શાળા પરિવારનાં મળેલ સહકાર બદલ સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.સમારંભમાં પ્રમુખીય સંભાષણમાં ગજેન્દ્ર પટેલએ શિક્ષિકનોં મહિમાં જણાવી નિવૃત્ત શિક્ષિકાને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમનાં દિઘૅ આયુષ્ય માટે કામનાં કરી હતી.
જેને ઉપસ્થિત હાજર જનો એ ટાળીઓ નાં ગડગડાટ સાથે માનભેર વધાવી લેવામાં આવ્યા હતા.બાદમાં શાળાનાં શિક્ષિકા નયના બહેન મકવાણાએ પ્રશસ્તિ પત્રનું વાંચન કર્યું હતું અને શાળા પરિવાર દ્વારા વય નિવૃત થનાર ઝુલેખા બહેનનેં શાલ ઓઢાડી પ્રશસ્તિ પત્ર એનાયત કર્યું હતું.
શિક્ષકગણ તથા મહાનુભાવો એ ભેટ સોગાદ અપૅણ કરીને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.આ યોજાયેલા વિદાય સમારંભ નાં અંતમાં શાળા નાં બાળ સાંસદ બાળકો એ રજું કરેલ વિદાય ગીત એ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.વક્તાઓએ શિક્ષક કભી સાધારણ નહિં હોતા એ અનુભુતિનાં દર્શન કરાવ્યા હતા.
આભાર વિધિ શીક્ષકા અમીતાબેન દ્વારા કરાઈ હતી અને વિદાય સમારંભની રાષ્ટ્રગીતનાં ગાન સાથે પુર્ણાહુતી કરવામાં આવી હતી.અંતિમ પ્રાથૅના મૌલાના સલિમ હાંસરોદ દ્વારા કરી હતી. સમગ્ર વિદાય સમારંભનું સંચાલન ખરોડ અંજુમન હાઈસ્કુલનાં શિક્ષક સાલેહ હાંસરોદ દ્વારા કરવામાં આવ્યું હતું.