Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ ઈસમો ઝડપાયાઃ ૭ લાખનું ડ્રગ્સ જપ્ત

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા ૭ લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમો માંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઇવે નંબર ૪૮ પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન બાતમી વાળી ઈકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા ૭ લાખની કિંમતનો ૭૯,૬૦૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઈમ્તિયાઝ ઈબ્રાહીમ શેખ, મહંમદ જુબેર મહેબુબખાન ખોખર અને સુમીત વસાવાની ધરપકડ કરી છે.

આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે.ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા ૧૧.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.