Western Times News

Gujarati News

એપાર્ટમેન્ટમાં ચાલતા દેહવેપારનો અંકલેશ્વર પોલીસે કર્યો પર્દાફાશ

બે યુવતીને બચાવી મહિલા સંચાલિકા સહિત ચાર ગ્રાહકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

(પ્રતિનિધી) ભરૂચ, અંકલેશ્વરમાં આવેલ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલતા દેહવેપારનો બી ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી સ્થળ ઉપરથી દેહવેપાર ચલાવતી એક મહિલા સહિત ચાર ગ્રાહકોને ઝડપી પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જ્યારે દેહવેપારના ચૂંગાલમાં ફસાયેલી બે યુવતીઓને બચાવી લેવાઈ હતી. Ankleshwar police busted the flesh trade running in the apartment

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રોજગારી અર્થે અન્ય રાજ્ય માંથી અનેક પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે.તેમને આકર્ષવા કેટલાય વ્યક્તિઓ બહારથી યુવતીઓ લાવીને દેહવેપારનો ગોરખ ધંધો છાની છુપી રીતે ચલાવતા હોય છે.ત્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેમના વિસ્તારમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યો છે.

જેમાં મામલતદાર ઓફિસની સામે આવેલ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં મકાન નં.૧૦૧ અને ૧૦૨ માં રતન લક્ષ્મણ મારવાડી નામની મહિલા ઘરમાં દેહવેપાર ચલાવે છે.જે માહિતીના આધારે પીઆઈ વી.યુ.ગડરીયા તથા સ્ટાફના માણસોએ સ્થળ તપાસ કરીને મકાનમાં રેડ કરતા દેહવેપારની મહિલા સંચાલિકા રતન લક્ષ્મણ મોહનભાઈ મારવાડી

અને ચાર ગ્રાહક નામે મોહંમદ શારૂન નુઅલ હશન,ઈરસાદ ઈન્નીપાક ખાન,ચન્દ્રકાંત મગનલાલ પટેલ અને અરૂણ વિશ્રામ રાજપૂતને ઝડપી પાડી તેમની પાસેથી ૫ મોબાઈલ મળીને કુલ ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે વધુ તપાસ હાથધરી હતી.જ્યારે દેહવેપારમાં ફસાયેલી બે યુવતીઓને બચાવી મુક્ત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષ એપાર્ટમેન્ટ માંથી ઝડપાયેલી મહિલા સંચાલિકા રતનબેન મારવાડીના અન્ય જીલ્લાઓમાં રહેતી અને દેહવેપારમાં સંડોવાયેલી મહિલાઓ સાથે પણ સંપર્ક હતો.તે મોબાઈલ ફોનથી વાત કરીને ‘આજ આવું કબ આવું’?

પૂછીને તે કહે એટલે તેના ઘરે આવતી હતી.જ્યારે રતનબેન તેના ગ્રાહકોને મોબાઈલ વોટ્‌સએપ દ્વારા યુવતીઓના ફોટા મોકલીને પોતાનો ધંધો ચલાવતી હતી.જેથી પોલીસે આ તમામ મુદ્દાઓ ઉપર તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.