Western Times News

Gujarati News

અંકલેશ્વર તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા

પોલીસે ૫ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર પંથકની સબજેલમાં ભરૂચ એસઓજી પોલીસે મોડી રાત્રીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા જેલરની કેબીન સહીત અન્ય સ્થળોએથી મોબાઈલ મળી આવતા હાલ અપહરણના ગુનાના ૪ આરોપીઓ તથા એનડીપીએસના ૧ આરોપી મળી કુલ ૫ આરોપીઓ પાસેથી ૫ મોબાઈલ મળી આવતા

પોલીસે ગુનો દાખલ કરી સબજેલના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા એરણે ચઢતા હાલતો સમગ્ર મામલો પોલીસે મથકે પહોંચતા ગુનો દાખલ કરી મોબાઈલ માંથી કોને કોને ફોન કરાયા છે તેવી તમામ માહિતી કાઢવા માટે એસઓજી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકા સબજેલમાં એસઓજી પોલીસની ટીમે મોડી રાત્રીના સમયે સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ શોધી કાઢવા માટે સબજેલમાં દરોડા પાડયા હતા.જેમાં તપાસ કરતા જેલ અધિક્ષકના ટેબલ ઉપરથી એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો જી ૨૦ મોબાઈલ સીમકાર્ડ સાથે મળી આવ્યો હતો.જોકે ટેબલના ડ્રોવરમાં જોતા વધુ એક કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો

અને તેમાં પણ સીમકાર્ડ હતું અને આ મોબાઈલ અંગે જેલ અધિક્ષકને પૂછતાં આ મોબાઈલ કોનો છે તે ખબર નથી ત્યાર બાદ કોમ્પ્યુટર ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિને પૂછતાં તેને પોતાનું નામ ચિંતન રાજુ પાનસુરીયા હોય અને કાચા કામના કેદી હોવાનું જણાવતા તેના ટેબલ ઉપરથી એક બ્લ્યુ બ્લેક કલરનો હવાઈ કંપનીનો જૂનો તૂટેલો ચાલુ હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો

અને તેમાં પણ સીમકાર્ડ હોય જેથી મોબાઈલ કબ્જે કર્યો હતો.સાથે જેલ અધિક્ષકના આગળના રૂમમાં બેસેલા ઈસમો પૈકી પ્રથમ ઈસમનું નામ થામ પૂછતાં તેને પોતાનું નામ ભૈતિક હરેશ લુણગરીયા હોવાનું કહી કાચા કામનો કેદી હોય અને તેના ખિસ્સા માંથી એક કાળા કલરનો સેમસંગ કંપનીનો જી ૧૦ પલ્સ સીમકાર્ડ સાથે મળી આવ્યો હતો અને આ મોબાઈલ ફોન વિપુલ બાબુભાઈ ભાદાણી પાસેથી વાત કરવા લીધો હોવાની કબૂલાત કરી હતી.

સાથે અન્ય ઈસમ ચિરાગ રણછોડ પટેલનાઓની અંગ ઝડતી માંથી મોબાઈલ મળી આવ્યા હતા.આમ તપાસ દરમ્યાન ૫ ઈસમો પાસેથી ૫ મોબાઈલ સીમકાર્ડ સાથે મળી આવતા ૪૦ હજારના મુદ્દામાલ સાથે ૫ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમને મોબાઈલ કોને આપ્યા?કેવી રીતે આપ્યા? અને સબજેલના અધિકારીઓની શું છે ભૂમિકા તેવી માહિતી મેળવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.