અંકલેશ્વરમાં ટ્રાવેલર્સ પર થયેલ ફાયરિંગના મામલે એસ.પી ડૉ. લીના પાટીલે સ્થળ મુલાકાત લીધી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર પંથકમાં બે દિવસ અગાઉ સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્સોએ મોડી રાત્રીના સમયે ફાયરિંગ કરતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સુત્રોનું માનવામાં આવે તો ૩ થી ૪ લોકો ઉપર શંકા વ્યક્ત કરાઈ હતી.તેમજ નગરપાલિકા ચૂંટણીની અદાવતે હુમલાનું પ્રાથમિક અનુમાન ઘટના બાદ લગાવાઈ રહ્યું હતું.અચાનક બનેલ ફાયરિંગની ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો.ઘટનાના બે દિવસ બાદ આજે એસ.પી ડૉ.લીના પાટીલે સ્થળ પર પહોંચી ઘટના બની હતી
તે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થાનિક પોલીસકર્મીઓને મામલે માર્ગદર્શન પણ આપ્યું હતું.અચાનક ઘટના સ્થળે પોલીસના કાફલા આવી પહોંચતા લોકો વચ્ચે પણ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. મહત્વની બાબત છે કે ઘટનાના બે દિવસ વીત્યા છતાં હજુ સુધી પોલીસ વિભાગને મામલે આરોપીઓ અંગેનું કોઈ પગેરું મળ્યું છે કે
કેમ તે અને ઘટના બનવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી.જોકે એસ.પી ડૉ.લીના પાટીલે મામલે અંગત રસ લઈ ઘટનાને અંજામ આપનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની તાપસ આજે વહેલી સવારથી જ કરતા પોતાના સ્ટાફ સાથે નજરે પડ્યા હતા.