બેંક લૂંટી શૌચાલયમાં સંતાયેલા 4 લૂંટારાઓ 20 લાખ સાથે ઝડપાયા
44 લાખની બેંક લૂંટમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડયા-મીરાંનગરમાં આખી રાત સર્ચ હાથધરી આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા રિકવર કરી
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ગુરુવારના દિને ધોળા દહાડે રૂપિયા ૪૪ લાખની લૂંટ ચલાવનાર ટોળકીને રાત્રિ દરમ્યાન ભરૂચ પોલીસે રાત્રી દરમ્યાન મેગા સર્ચ ઓપરેશન હાથધરી ઝડપી પાડ્યા છે.
જેમાં મોડી રાત્રે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મીરાંનગરને ભરૂચ – અંકલેશ્વર ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધમરોળી નાખ્યું હતું.ભરૂચ એસપી ડૉ.લીના પાટીલ જાતે આખી રાત આ સર્ચ ઓપરેશનમ?ાં જાેડાયા હતા.
જ્યાં એક મકાનના શૌચાલયમાં સંતાયેલા ૪ લૂંટારૂઓને પોલીસે ૨૦ લાખ રૂપિયાથી વધુ રકમના લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે.ગુનામાં તમામ ૫ આરોપીઓ અને લૂંટમાં ગયેલો રૂપિયા ૪૪ લાખનો તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે.
આરોપીઓ પૈકી પપ્પુ નામનો શખ્શ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો.૫ લૂંટારુઓ પૈકી એક સ્થાનિક હતો જેણે લૂંટ કરવા માટે બિહારથી ગુનેગારોને અંકલેશ્વર બોલાવ્યા હતા.બેંક બંધ થવાના સમયે બેંકમાં ઘુસી લૂંટારૃઓએ દેશી તમંચાઓની નોક ઉપર કર્મચારીઓ અને ગ્રાહકોને બાનમાં લઈ ૪૪ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
રાજપીપળા ચોકડી નજીક બુધવારે રાતે બનેલી ફાયરિંગ દ્વારા હુમલાની ઘટનાના આરોપી માટે પોલીસ વોચમાં હતી.ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરા,સબ ઈન્સ્પેકટર મિતેષ સકુરિયાં,જે એમ ભરવાડ અને જયદીપસિંહ જાદવ ટીમ સાથે વોચમાં હતા ત્યારે અચાનક લૂંટારુઓ તેમની સામે આવી ગયા હતા.
લૂંટારુઓ પોલીસને જાેઈ ગભરાયા હતા જેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરતા વળતા જવાબમાં કે ડી મંડોરાએ ફાયરિંગ કરી એક લૂંટારુ રાહુલ રાજકુમારસિંગને ઈજાગ્રસ્ત કરી ઝડપી પડ્યો હતો અને અન્ય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.જાેકે ઈજાગ્રસ્તની છ્જી સહીત ભરૂચ પોલીસની ટીમે પૂછપરછ કરતા તેને પપ્પુ નામના આરોપીનું નામ આપ્યું હતું.
લૂંટારુઓનો મુખ્ય સાગરીત અંકલેશ્વર જીઆઈડીસીના મીરાંનગરમાં રહેતો હોવાની તેને માહિતી આપી હતી.આ માહિતીના પગલે રાતે પોલીસે આખા મીરાંનગરને ધમરોળી નાખ્યું હતું અને પાંચેય આરોપીઓ ઝડપાઈ જતા પોલીસને મોટી સફળતા પણ મળી હતી
અને ગુનાના તમામ પાંચ આરોપીઓ ની ચાર તમચા, બાઈક ,મોબાઈલ અને લૂંટમાં ગયેલો રૂપિયા ૩૭,૭૯,૧૩૦ મળી કુલ રૂપિયા ૩૭,૭૭,૩૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથધરી છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે પોલીસની આ સફળતા અંગે માહિતી આપી હિંમતભેર લૂંટારૂઓનો સામનો કરનાર ભરૂચ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેકટર કે. ડી.મંડોરા, પીએસઆઈ પાંચાણી તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.