અંકલેશ્વરની ગુમ થયેલી બે સગીરાઓ મુંબઈથી મળી
અંકલેશ્વરની બે સગીરાઓ ગુમ થતાં દોડધામ મચી
(એજન્સી)ભરૂચ, અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં બે સગીરાઓ લાપતા બનતા પોલીસ દોડતી થઇ હતી. તપાસ દરમિયાન બાળાઓને લગ્નની લાલચ આપી તેમનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાળકીઓને દાહોદ અને મુંબઈના વિરાર વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે તેમનું મિલન કરાવાયું હતું.
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા દ્વારા અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.૨,૧,૦૮૧૭/૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પીક્સો એક્ટ ૧૨. ૧૭ મુજબ તથા અંકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૦૯૦૬ ૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૬૫ તથા પોક્સો એક્ટ મુજબ લાપતા બાકીઓને શોધી કાઢવાની અંકલેશ્વર પોલીસને સૂચના આપી હતી.
અંક્લેશ્વરમાંથી ૧૭ વર્ષ તથા ૧૫ વર્ષ ની સગીરાઓનું અપહરણ થયું હતું જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અપહૃત સગીર બાળાઓને શીધી કાઢવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અક્લેશ્વર ડીવીઝનના માર્ગદર્શન તથા સુપરવીઝન હેઠળ અપહૃત સગીરા તથા આરોપીઓને શોધી કાઢવા એકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.