કર્ણાટકના બીજેપી સાંસદને મંત્રી ન બનાવવાથી નારાજ
કર્ણાટક, બીજેપી સાંસદ અને દલિત નેતા રમેશ જીગાજીનાગીએ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ન આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. રમેશે દાવો કર્યાે હતો કે મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ ઉચ્ચ જાતિના છે. તેમણે એમ પણ કહ્યું કે દલિતોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે.
કર્ણાટકના ભાજપના સાંસદ અને દલિત નેતા રમેશ જીગાજીનાગીએ ખુલ્લેઆમ પાર્ટી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને દાવો કર્યાે છે કે મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ ઉચ્ચ જાતિના છે.
જ્યારે દલિતોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. રમેશ જીગાજીનાગી સાત વખત સાંસદ રહી ચૂક્યા છે અને ૨૦૧૬થી ૨૦૧૯ સુધી રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ વિજયપુરા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.મંગળવારે મીડિયા સાથે વાત કરતા સાંસદ રમેશે કહ્યું, ઘણા લોકોએ મને ભાજપમાં ન જોડાવાની સલાહ આપી હતી કારણ કે તે (પાર્ટી) ‘દલિત વિરોધી’ છે.
જીગ્જીનાગીને પૂછવામાં આવ્યું કે શું તેઓ કેબિનેટ મંત્રી બનવા માગે છે? તેના પર તેમણે કહ્યું કે, મારા માટે કેન્દ્રીય મંત્રી પદની માંગ કરવાની કોઈ જરૂર નથી. મારા માટે લોકોનું સમર્થન મહત્વનું છે, પરંતુ જ્યારે હું (ચૂંટણી પછી) પાછો આવ્યો ત્યારે લોકોએ મને ખૂબ ઠપકો આપ્યો.
ઘણા દલિતોએ મારી સાથે દલીલ કરી હતી કે ભાજપ દલિત વિરોધી છે અને મારે પાર્ટીમાં જોડાતા પહેલા આ જાણવું જોઈતું હતું.તેમણે કહ્યું, મારા જેવો દલિત વ્યક્તિ દક્ષિણ ભારતમાં સાત ચૂંટણી જીતનાર એકમાત્ર વ્યક્તિ છે. તમામ ઉચ્ચ જાતિના લોકો કેબિનેટ પદ પર છે.
રમેશે પૂછ્યું કે શું દલિતોએ ક્યારેય ભાજપને સમર્થન આપ્યું નથી? તેણે વધુમાં કહ્યું કે આનાથી મને ઘણું દુઃખ થયું છે.૭૨ વર્ષીય રમેશ જીગાજીનાગી પહેલીવાર ૧૯૯૮માં લોકસભામાં ચૂંટાયા હતા અને ત્યારથી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે.
તેઓ ૨૦૧૬ અને ૨૦૧૯માં પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.કર્ણાટકમાં કુલ ૨૮ બેઠકો છે અને ભાજપે આ વખતે ૧૭ બેઠકો જીતી છે. એનડીએના સહયોગી જેડીએસને ૨ બેઠકો મળી છે. કોંગ્રેસને ૯ બેઠકો મળી છે. કર્ણાટકમાંથી મોદી કેબિનેટમાં ચાર ચહેરા છે. જેમાં પ્રહલાદ જોશી તેમજ શોભા કરંદલાજે, વી સોમન્ના અને જેડીએસના એચડી કુમારસ્વામીના નામનો સમાવેશ થાય છે.SS1MS