છાતીમાં દુઃખાવો ઉપડતા અન્નુ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઈ, જાણીતા બોલિવૂડ અને ટીવી એક્ટર તેમજ હોસ્ટ અન્નુ કપૂરને ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટર કહે છે કે તે સ્વસ્થ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે અન્નુ કપૂર ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમણે પોતાના ૪૦ વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. મળતી માહિતી મુજબ, અન્નુ કપૂરને ગુરુવારે સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સર ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડૉ. અજય સ્વરૂપના જણાવ્યા અનુસાર, અન્નુ કપૂરને છાતીમાં સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા છે.
તેમને કાર્ડિયોલોજીમાં ડૉ. સુશાંત વટ્ટલ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ સમયે તે સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અન્નુ કપૂરનો જન્મ ૨૦ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ થયો છે. તેમનું જન્મનું નામ અનિલ કપૂર હતું. અભિનેતા હોવા ઉપરાંત તે ગાયક, દિગ્દર્શક, રેડિયો જાેકી અને ટીવી હોસ્ટ પણ રહી ચૂક્યા છે.
તેણે ૧૦૦થી વધુ ફિલ્મો તેમજ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દી ૪૦ વર્ષથી વધુ લાંબી છે. અભિનય ઉપરાંત અન્નુ ‘સુહાના સફર વિથ અન્નુ કપૂર’ નામનો રેડિયો શૉ પણ કરે છે, જે 92.7 BIG FM પર પ્રસારિત થાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને ટીવી એકેડેમી એવોર્ડ જીત્યા છે.
અન્નુ કપૂરે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કાલા પથ્થર’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને ફિલ્મ ‘ઉત્સવ’થી ઓળખ મળી હતી. આ પછી તેમણે પાછું વળીને જાેયું નથી અને ‘તેજાબ’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘રામ લખન’, ‘સાત ખૂન માફ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવીની વાત કરીએ તો અન્નુ કપૂરે ‘અંતાક્ષરી’ શો હોસ્ટ કર્યો હતો અને તે ખૂબ જ સફળ રહ્યો હતો.SS1MS