SPECનો નરસંડા ગામ મુકામે રાષ્ટ્રીય સમાજ સેવા યોજના હેઠળનો વાર્ષિક શિબિર સંપન્ન
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સમાજ સેવા યોજનાના બેનર હેઠળ નરસંડા ગામ મુકામે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનું આયોજન સંસ્થાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર જતીન વાઘેલા, કાર્યકારી આચાર્ય ડો.ઘનશ્યામ રાઠોડ તેમજ આઈ.ક્યુ.એ.સી. કોર્ડિનેટર ડો. સુયોગ ઉપાસનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ શિબિરના સમાપન કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો. ફોરમ પટેલ (કેમ્પસ ડાયરેક્ટર, સ્પેક), કપીલાબેન વાઘેલા (સરપંચ), સુમનભાઈ પટેલ, શિવાજી પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, જીગ્નેશભાઇ પટેલ, કૌશીકાબેન પટેલ, નલીનભાઈ પટેલ, ગોપાલભાઈ, ડો. ઘનશ્યામ રાઠોડ (કાર્યકારી આચાર્ય, એસ.પી.સી.એ.એમ.) તેમજ ગામના અગ્રણી સભ્યો તેમજ કોલેજના કર્મચારીમિત્રો, સ્વયંસેવક મિત્રો હાજર રહ્યા હતા.
અતિથી વિશેષ સાહેબ દ્વારા “રાષ્ટ્રીય સમાજ સેવા” પર પ્રસંગોચિત ઉદબોધન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સ્વયંસેવક મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી લોકોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો હતો તદુપરાંત ગામના અગ્રણી સભ્યોનું મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે યોગા, સ્વચ્છતા અભિયાન, પ્રભાતફેરી, બ્લડ ડોનેશન કેમ્પ, ચોપડા-બેગ વિતરણ, કેમ્પ ફાયર, વૃક્ષારોપણ, રમત-ગમત સ્પર્ધા, નુક્કડ નાટક, વિકસિત ભારત સર્વે, જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, અતિથી વ્યાખ્યાન તેમજ અનાજ-લોટ અને કપડાં વિતરણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તમામ પ્રવુત્તિઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા કાર્યકારી આચાર્ય ડો. ઘનશ્યામ રાઠોડ દ્વારા પ્રોગ્રામ ઓફિસર તેમજ સ્વંયસેવક મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.