Western Times News

Gujarati News

કલ્ટફેસ્ટ IIM અમદાવાદ કેઓસઃ ધ 90ઝ મેલામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના (IIM-Ahmedabad) એન્યુઅલ કલ્ટફેસ્ટ IIM કેઓસનું દેજાવુ થીમ સાથે 9 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન થયું હતું. જેમાં મ્યુઝિક, ડાન્સ, ડ્રામા, ફેશન, આર્ટ અને નોલેજ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરની વિવિધ ઇન્સ્ટિટ્યુટમાંથી તેમાં વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી, એનર્જી અને ટેલેન્ટ દર્શાવ્યું હતું. આ વર્ષની થીમ મુજબ વિદ્યાર્થીઓએ એવી આઇટમ રજૂ  કરવાની હતી, જેમાં 90ના દાયકાની ઝલક મળે.

ચાર દિવસના આ ફેસ્ટિવલની મેઇન સ્ટેજ ઇવેન્ટની વાત કરીએ તો તેમાં ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ, ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા ઇન્ડિયન મ્યુઝિક કમ્પોઝકર રિકી કેજ, જાણીતા બોલિવૂડ કમ્પોઝર અને સિંગર અમિત ત્રિવેદી, કર્ણાટીક અને રોકનું ફ્યુઝન બૅન્ડ પાઇનેપલ એક્સ્પ્રેસ અને ડીજે ટ્રીટમેન્ટ જેવા કલાકારોના શો યોજાયા હતા.

જો નોલેજ સેશનની વાત કરવામાં આવે તો આ વર્ષે દેશભરમાંથી આવેલા ઓડિયન્સને રાજ્યસભાના સભ્ય ડૉ.સુધ્ધાંશુ ત્રિવેદી, પેટીએમના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિજય શેખર શર્મા, દેશના પૂર્વ ચીફ જસ્ટિસ ડૉ.ડીવાય ચંદ્રચૂડ સગીતના જાણીતા લોકોના લેક્ચર્સ યોજાયા હતા. આ સાથે ધ 90ઝ મેલામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, તેમજ વિદ્યાર્થીઓ ઘણી ગેમ્સ પણ રમ્યા હતા.

આ સાથે 10 જાન્યુઆરીએ ભારતીય સેના દ્વારા હથિયારોનું એક પ્રદર્શન પણ યોજાયું હતું. જેણે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે ફેશન શો રાઈડ સેક્શન સહીતના આકર્ષણો પણ હતા. સાથે કેટલાંક ફેકલ્ટિઝ દ્વારા એક્સપર્ટ સેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

The 30th edition of Chaos, the highly coveted annual cultural festival of the Indian Institute of Management Ahmedabad (IIMA), recently concluded at the Institute with a vibrant blend of music, dance, drama, art, and knowledge sessions.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.