નડીઆદના ઈપ્કોવાલા હોલ ખાતે વિઝન ચાઈલ્ડ કેર પલાણા સ્કુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ) નડીઆદ, વિઝન ચાઈલ્ડ કેર પલાણા પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લીશ મીડીયમનો દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક રસરંજન નામે તારીખ ૭ રવિવાર ના રોજ નડિયાદ ખાતે ઇપકોવાલા હોલ માં યોજાઈ ગયો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
૩૧૫ બાળકોએ આ સાંસ્કૃતિક રસરંજન કાર્યક્રમમાં ભાગ લીધેલ આ કાર્યક્રમમાં દીપ પ્રજવલન અને આશિર્વચન માટે ખેડા અને આણંદ જિલ્લાના ઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી રાજ યોગીની પૂર્ણિમાબેન અને શ્રી સંતરામ મંદિર કરમસદના પૂજ્ય સંત શ્રી મોરારીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનમાં જે ડી પટેલ પીપલગ કેળવણી મંડળ સુમેશભાઈ પટેલ પલાણા કેળવણી મંડળ વિઝન
સ્કૂલ ઓફ સાયન્સ ના ડાયરેક્ટર જીગ્નેશભાઈ વિઝન ચાઈલ્ડ કેર પલાણા ના ડાયરેક્ટર મેડમ હિનાબેન પ્રિન્સિપાલ કૃણાલ સર સતીસર મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ સર ધર્મેશ સર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વિઝન ચાઈલ્ડ કેર પલાણા જે ૨૦૧૬ થી કાર્યરત છે તે સ્કૂલમાં પ્રથમ બેજ જે વિદ્યાર્થીઓ હાલ આઠમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને તેમના માતા પિતા સાથે ખાસ ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં ભારત અને ગુજરાતની સંસ્કૃતિની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરવામાં આવેલ જેમાં દેશભક્તિ ભારતીય સંસ્કૃતિ ગરબા ભાંગડા સર્વ ધર્મ વૃક્ષ બચાવો માતા પિતા સાથેનો લાગણીશીલ સંબંધ વગેરે થીમ પર અલગ અલગ રીતે સુંદર સંદેશો સમાજને મળી રહે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવેલો હતો