Western Times News

Gujarati News

દર્શકોને કાંઈક અનોખું પીરસતી ફિલ્મ છે “અનોખી- અ યુનિક સ્ટોરી”

અનોખી- અ યુનિક સ્ટોરી, નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ફિલ્મ કાંઈક અનોખી છે.

અનોખીના જીવનમાં આરવ (નક્ષરાજ દ્વારા અભિનીત) શું કામ આવે છે? શું આ લવ ટ્રાય- એન્ગલ છે? અનોખી કોની સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે? આ બધું તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

જી હા ! મિત્રો 12મી મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની કાંઈક અલગ જ વાર્તા છે, કાંઈક યુનિક લવ સ્ટોરી છે. ફિલ્મમાં કેન્દ્ર સ્થાને છે ભૂમિકા બારોટ (Bhumika Barot), જેમણે “અનોખી”ના પાત્રને સંપૂર્ણપણે ન્યાય આપ્યો છે.  જેમની આ ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ છે. તેમની સાદગી અને સુંદરતાથી અનોખીનું પાત્ર વધારે મજબૂત બન્યું છે.

 

આ ફિલ્મમાં અનોખીના જીવનમાં કાંઈક એવું બને છે કે તેને એવું લાગે છે કે તેના સપનાઓ તૂટી જશે. એક ઘટના બાદ અનોખીના પિતા મૃત્યુ પામે છે અને અનોખી ભવિષ્યમાં ચાલી નહિ શકે અને તે દિવ્યાંગ બને છે. માતાને ગુમાવ્યા બાદ તે પિતાને પણ ગુમાવે છે અને એકલી પડી જાય છે, તેના જીવનમાં ફરી રંગો ઉમેરવા માટે આવે છે આર્યન.

આર્યનના પાત્રમાં આર્જવ ત્રિવેદીએ (Aarjav Trivedi) દમદાર એક્ટિંગ કરી છે. તેના વન લાઈનર્સ દર્શકોને ખૂબ હસાવશે. એક બિન્દાસ યુવા અનોખીના જીવનને રંગોથી ભરવા માટે આવે છે. પણ આટલેથી સ્ટોરી અટકતી નથી. તો પછી અનોખીના જીવનમાં આરવ (નક્ષરાજ દ્વારા અભિનીત) શું કામ આવે છે? શું આ લવ ટ્રાય- એન્ગલ છે? અનોખી કોની સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે? આ બધું તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રો દર્શકોને અંત સુધી જકડી રાખશે. ઉપરાંત આ ફિલની વાર્તા કાંઈક અલગ છે. આજની મસાલાવાળી અને એક્શન ફિલ્મોથી હટકે આ ફિલ્મ “અનોખી” ની વાર્તા ખૂબ જ સુંદર છે. આ ફિલ્મ એ સંદેશ આપે છે કે “દિવ્યાંગ લોકોને દયાની નહિ પણ સાથ અને સહકારની જરૂર હોય છે.

જેનાથી તે ચાહેને તો હિમાલય પણ સર કરી શકે છે.” અને આટલી સુંદર વાર્તા લખી છે મિરલ શાહ એ. (Meeral Shah Script writer) જેમણે આ ફિલ્મ થકી એક લેખક તરીકે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મના ડિરેક્ટર રાકેશ શાહ (Director of Anokhee Rakesh Shah)  એ પણ દરેક કલાકારો અને ટીમ સાથે દર્શકોને કાંઈક અલગ પીરસવા માટે ખૂબ મહેનત કરી છે.

શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ અને મીરલ શાહ તથા વિશાલ ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ આપણને દિવ્યાંગ લોકો માટે વધારે પ્રેમભાવ જગાવશે. ફિલ્મના સોન્ગ્સ પણ અદભુત છે. સ્પેશિયલ મેંશન કરીશું છે ફિલ્મમાં એક પાત્ર છે મંગુનું. જે ફલક મહેતા દ્વારા નિભાવવામાં આવ્યું છે. તેમણે ખરેખર ખૂબ સારો રોલ ભજવ્યો છે.

ઉપરાંત પ્રિયા નામની ચુલબુલી છોકરીના પાત્રમાં બાળ કલાકાર દેવાંશીએ પોતાની સુંદર પ્રતિભા દર્શાવી  છે. જેની એક્ટિંગ ખરેખર સુંદર છે. પણ એકંદરે આ ફિલ્મ “અનોખી- અ યુનિક સ્ટોરી” દર્શકોને જરૂરી આકર્ષશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.