આતંકીઓને શસ્ત્રોની તાલીમ આપતો લશ્કર-એ-તોઈબા ટોપ ટ્રેનર પાકિસ્તાનમાં ઠાર મરાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/11/Akramkhan-gazi.jpg)
ભારતના વધુ એક દુશ્મન અકરમ ગાઝીનો પાકિસ્તાનમાં ખાત્મો
(એજન્સી) ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતાં પાકિસ્તાનના આતંકી સગઠનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એટલું જ નહીં, લશ્કરના ટોચના કમાન્ડરની હત્યા કરાતા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને પણ મોટો ફટકો પડ્યા છે. Another enemy of India, Akram Ghazi, was killed in Pakistan
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના બાજાૈરમાં અજાણ્યા હુમલાખોરોએ અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકી અકરમ ગાડી વર્ષ ર૦૧૮થી ર૦ર૦ દરમિયાન લશ્કર-એ-તોઈબાની આંતકીઓની ભરતી સેલનો વડો હતો. સાથે જ તૈ પાકિસ્તાનમાં ભારત વિરોધી ઝેર સતત ઓકતો હતો અને ભારત વિરોધી ભાષણો માટે તે કુખ્યાત હતો.
તે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. કટ્ટરવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા લોકોની તે ઓળખ કરતો હતો અને તેમની આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબામાં ભરતી કરવાની મહત્ત્વની ભૂમિકા નિભાવતો હતો. ખાસ કરીને આતંકીઓને શસ્ત્રોની તાલીમ આપવામાં પણ અકરમ ગાઝ લશ્કર-એ-તોઈબા માટેનો ટોપ ટ્રેનર પણ હતો અને છેલ્લા બે વર્ષમાં તેણે એનક બેચમાં આંતકીઓની કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરાવી હતી.
તેણે ઘૂસાડેલા આતંકીઓએ કાશ્મીર ખીણમાં અનેક હુમલાઓને અંજામ આપ્યો હતો. આમ અકરમ ગાઝી ભારતનો મોસ્ટ વોન્ટેડ આંતકી હતો. ગુરૂવારે સાંજે પાકિસ્તાનના બજાૈરમાં અજાણ્યા હુમલાખોરોએ અકરમ ગાઝીને ઠાર માર્યાે હતો. હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને અકરમને નિશાન બનાવીને તેના પર જાેરદાર ફાયરિંગ કર્યું હતું. અને તેનાથી ઘટનાસ્થળે જ મોત થયું હુતં. અકરમની હત્યા બાદ પાકિસ્તાનના આંતકી સંગઠનો અને આતંકીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.