Western Times News

Gujarati News

અમૃતસરના સુવર્ણ મંદિર પાસે વધુ એક વિસ્ફોટ 5 ની ધરપકડ

અમૃતસર, પંજાબના અમૃતસરમાં ગુરુવારે ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ થયો છે. આસપાસના વિસ્તારોમાં પણ આના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. Another blast near Amritsar’s Golden Temple 5 arrested

ગત ૬ દિવસોમાં આ ત્રીજાે વિસ્ફોટ છે. આની સાથે જ પોલીસે અમૃતસરના એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. ગોલ્ડન ટેમ્પલ પાસે થયેલો આ વિસ્ફોટ શ્રી ગુરરુ રામદાસ સરાય આસપાસ થયો હતો. વિસ્ફોટ થતા જ લોકો બહાર દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આની સાથે ફોરેન્સિક ટીમે પણ શોધખોળ શરૂ કરી દીધી છે. અત્યારસુધી જાેવા જઈએ તો આ અંગે હજુ ૫ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ અગાઉ જે બ્લાસ્ટ થયા એના કરતા અલગ હતો. અત્યારનો વિસ્ફોટ ઘટનાસ્થળથી લગભગ ૨ કિલોમીટર દૂર થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે અમૃતસરથી એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે.

ગત શનિવારે પણ ગોલ્ડન ટેમ્પલના પાર્કિગમાં સ્થિત રેસ્ટોરાંમાં વિસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસની ગંભીર બેદરકારી પણ છતી થઈ ગઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી ટીમે વિસ્ફોટનું કારણ જણાવતા કહ્યું કે આ રેસ્ટોરાંમાં ચિમની ફાટવાના કારણે થયું છે. ગૌરવ યાદવે ટ્‌વીટ કરી માહિતી આપી કે ગોલ્ડન ટેમ્પલ બ્લાસ્ટ અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારસુધી કુલ ૫ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદ બેગને પણ કબજે કરી લીધી છે. પોલીસને લેટર પણ મળ્યો હોવાની માહિતી સામે આવી. સોમવારે જે વિસ્ફોટ થયો એમા વિસ્ફોટકોને મેટલના કેસમાં રખાયા હતા. અહીંથી પોલીસને મેટલના ઘણા ટુકડાઓ જાેવા મળ્યા હતા. તેમને આશંકા છે કે પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરી IMDના માધ્યમથી વિસ્ફોટ કરાયો છે. આ વિસ્ફોટકને હેરિટેજ પાર્કિંગમાં લટકાવાયો હતો અને ત્યાંજ વિસ્ફોટ થયો હતો. FSLની સ્થાનિક ટીમે ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ ભેગા કરી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.