કાપડબજારમાં વધુ એક ઠગાઈ, કરોડોનો માલ લઈ વેપારી પલાયન
કાપડ બજારના ૮ વેપારી પાસેથી રૂા.૧.૦૭ કરોડનો માલ ખરીદી છેતરપિંડી
(એજન્સી)અમદાવાદ, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જુદા જુદા વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી રૂ.૧.૦૭ કરોડની ઠગાઈ આચરનાર આરોપી સામે ફરીયાદ નોધાઈ છે. જેમાં આઠ વેપારીઓ પાસેથી કરોડોનો માલ મેળવ્યા બાદ વેપારી દુકાનબંધ કરી પલાયન થઈ ગયો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે ફરીયાદ નોધી તપાસ આદરી છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં પ૦ વર્ષીય જનકકુમાર સંઘવી ન્યુકલોથ માર્કેટમાં કે. સમરથમ નામની ફર્મ ધરાવી કોટન શુટીગ ફેબ્રીકનો વેપાર કરે છે. તેઓ જુદા જુદા રાજયમાં પોતાનો માલ વેપારીઓને આપે છે. ઈદગાહ પાસે આશાપુરા ક્રિએશનના માલીક જીતેન્દ્ર કાનસિંઘજી રાજપુરોહીત હોલસેલ ભાવથી કાપડ લઈ પેન્ટ બનાવતા હોવાથી જનકકુમારે તેમનો સંપર્ક ધંધા માટે કર્યો હતો.
ત્યારબાદ જનકકુમાર જીતેન્દ્ર સાથે ધંધો કરવાનુું નકકી કર્યું હતું. ૪ ફેેબ્રુઆરી ર૦ર૧ના રોજ પહેલાં ૯૮ હજારનું કાપડ જીતેન્દ્રભાઈને મોકલ્યું હતું. તે પેમેન્ટ તેમણે થોડાં જ મહીનામાં પુરું કરી દીધું હતું. જેથી જનકકુમારને તેમના પર વિશ્વાસ આવ્યો હતો. પછી ૪૬ લાખનો બીજાે માલ પણ મોકલ્યો હતો.
તેમાંથી ૧૯લાખ રૂપિયા જીતેન્દ્રએ મોકલી આપ્યા હતા. બાકીના ર૭ લાખ રૂપિયા પછી ચુકવશે તેમ બાંહેધરી આપી હતી. પરંતુ તે પૈસા તેણે ચુકવ્યા ન હતા. અને વાયદા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્રએ ધમકી આપી હતી. આ દરમ્યાન જીતેન્દ્ર દુકાન બંધ કરી જ તો રહયો હતો.
તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. બીજી તરફ જીતેન્દ્રએ અન્ય વેપારીઓ પાસેથી પણ માલ લીધો હોવાનંુ સામે આવ્યું હતું. તપાસ કરતા જીતેન્દ્રએ જુદા જુદા ૮ વેપારી પાસેથી ર.૪૬ કરોડની માલ ખરીધો હતો. તે પૈકી ૧.૩૯ કરોડ ચુકવી આપ્યા હતા. જયારે બાકીના ૧.૦૭ કરોડ રૂપિયા ચુકવ્યા ન હતા.
આ મામલે જનકકુમારે જીતેન્દ્ર રાજપુરોહીત સામે કાગડાપીઠ પોલીસ મથકમાં જુદા જુદા વેપારીઓ પાસેથી ૧.૦૭ કરોડની ઠગાઈ આચર્યાની ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ આરંભી છે.