રાજકોટના જંગલેશ્વર વિસ્તારમા શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો
રાજકોટ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ ૭થી ૮ શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો. તેને બચકાં ભર્યા હતા અમે તેને ઘાયલ કરી હતી. જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનના આતંકની આ કોઈ પહેલી કે બીજી ઘટના નથી. થોડા દિવસ પહેલા પણ એક આવી ઘટના બની હતી.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં આજકાલ શ્વાનનો ભારે આતંક જાેવા મળી રહ્યો છે. એક બાદ એક શ્વાનના હુમલાઓની ઘટનાઓ બની રહી છે. બાળકોના જીવ પણ જઇ રહ્યા છે. લોકોએ અનેક ફરિયાદો કરી છે, પણ ફરિયાદોએ પણ હદ વટાવી દીધી છે, પરંતુ કોર્પોરેશન સળવળતું જ નથી.
જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારના શ્વાન જાણે હિંસક બની ગયા છે. એક બાળકી પર હુમલાએ તંત્રને હચમચાવી દીધુ છે.રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ ૭થી ૮ શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો.
તેને બચકાં ભર્યા હતા અમે તેને ઘાયલ કરી હતી. જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનના આતંકની આ કોઈ પહેલી કે બીજી ઘટના નથી. થોડા દિવસ પહેલા પણ એક આવી ઘટના બની હતી. ઘરની નજીક રમતી ચાર વર્ષની બાળકી પર ૭થી ૮ જેટલા શ્વાન એકસાથે તૂટી પડ્યા હતા અને ફૂલ જેવી માસૂમ બાળકનો જીવ લઈ લીધો.
હજુ આ ઘટનાના ઘા રુઝાયા પણ ન હતા, ત્યાં ફરી શ્વાનની ટોળકીએ ૭ વર્ષની બાળકી પર હુમલો કરી દીધો. જાે કે રાહદારી દોડી આવતા બાળકીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી.
હજુ આ આતંકનો અંત આવ્યો ન હતો, ત્યા આ શ્વાનની આ ટોળકીએ વધુ એક બાળકને નિશાને બનાવ્યું. ૭થી ૮ શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો. બાળકની માતા દોડી આવતા બાળકનો જીવ બચી ગયો હતો.
આ તરફ બાળકી પર હુમલાની ઘટના બાદ ઉંઘમાંથી જાગેલા તંત્રએ કાર્યવાહીના નામે દેખાડો કર્યો હતો અને રખડતા કૂતરાઓને પકડીને સંતોષ માન્યો હતો. SS3SS