અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા

વાશિગ્ટન, અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના ડિંગૂચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઇ હતી જે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો. ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે અને પરિજનો પણ આઘાતમાં સરી ગયા હતા.SS1MS