Western Times News

Gujarati News

પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ ફ્રિઝમાં છુપાવ્યો

નવીદિલ્હી, દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના સામે આવી છે. પોલીસને એક ઢાબામાં ફ્રિઝમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલો દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારમાં સામે આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ સાહિલ ગહલોત છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. બન્ને લિવ ઇન પાર્ટનર હતા અને નોઇડામાં સાથે રહેતા હતા. સાહિલના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી થઇ જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.Another incident like Shraddha massacre in Delhi

એવા અહેવાલો છે કે શ્રદ્ધાની હત્યા કરીને આફતાબે કેમ મૃતદેહને ફ્રિઝમાં મુકી દીધો હતો તેવી જ રીતે સાહિલે પણ આ યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને એક ઢાબાના ફ્રિઝમાં છુપાવી દીધો હતો. યુવતીની હત્યા શહેરના અન્ય વિસ્તારમાં એક કારમાં ગળુ દબાવીને કરવામાં આવી હતી. જે બાદ આરોપીએ મૃતદેહને મિત્રાઉ ગામમાં પોતાના જ ઢાબાના ફ્રીઝરમાં છુપાવી દીધો હતો. આરોપી યુવકની ઉંમર ૨૬ વર્ષની છે.

ઢાબામાં ફ્રિઝમાં મૃતદેહ છૂપાવવામાં આવ્યો તે મૃતક અને આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતક યુવતીનું નામ નિક્કી યાદવ છે. જ્યારે આરોપી યુવકનું નામ સાહિલ ગેહલોત છે. યુવતીની હત્યા કરવા માટે સાહિલે મોબાઇલના ડેટા કેબલનો ઉપયોગ કર્યો હતો. પીડિતા હરિયાણાના જાંજરની રહેવાસી છે. બન્ને ઉત્તમ નગર વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા.

બન્નેએ નોઇડામાં એક જ કોલેજમાં એડમિશન લીધુ હતું.બાદમાં નોઇડામાં એક ભાડાના મકાનમાં બન્ને સાથે રહેવા લાગ્યા હતા. કોરોનાના લોકડાઉન સમયે બન્ને ઘરે પરત ગયા હતા અને ફરી સાથે રહેવા લાગ્યા હતા. આરોપી યુવકે નિક્કી સાથેના સંબંધોની જાણકારી તેના પરિવારને નહોતી આપી.

સાહિલના પરિવારે તેના પર લગ્નનું દબાણ વધાર્યું હતું. જે બાદ તેના અન્ય એક યુવતીની સાથે ૧૦મી તારીખે લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા. જાેકે તેની જાણકારી પીડિતા નિક્કીને થતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન જ સાહિલે નિક્કીની હત્યા કરી નાખી હતી.

આ પહેલા દિલ્હીમાંજ શ્રદ્ધાની હત્યા તેના પ્રેમી આફતાબે કરી હતી, અને શ્રદ્ધાના મૃતદેહના ૩૫થી વધુ ટુકડા કરી નાખ્યા હતા. આ બન્ને હત્યાકાંડમાં હત્યારાઓએ મૃતદેહ છુપાવવા માટે ફ્રિઝનો ઉપયોગ કર્યો હતો. આફતાબે પણ પહેલા શ્રદ્ધાનુ ગળુ દબાવીને હત્યા કરી હતી, તેવી જ રીતે આ ઘટનાને પણ સાહિલે અંજામ આપ્યો હતો.

એક પ્રકારની બે ઘટનાઓ સામે આવતા દિલ્હીમાં પણ હાલ ભય જેવો માહોલ છે. આ સમગ્ર ઘટનાને પગલે પીડિતાના પરિવારમાં માતમ છવાયો છે અને આરોપીને આકરી સજા આપવાની માગણી કરવામાં આવી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.