એર ઈન્ડિયાની ફ્લાઇટમાં પેસેન્જર પર પેશાબ કરવાની વધુ એક ઘટના

નવી દિલ્હી, વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં પેશાબ કરવા સહિતની વિચિત્ર ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક વ્યક્તિએ પોતાની બાજુમાં બેઠેલા એક મુસાફર પર પેશાબ કરી દીધો હોવાની ઘટના બની છે.
આ વિમાન દિલ્હીથી બેંગકોક જઈ રહ્યું હતું. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના ૯મી એપ્રિલની છે. કેબિન ક્‰એ જણાવ્યું કે દિલ્હી-બેંગકોક ફ્લાઇટ(એઆઈ૨૩૩૬)માં એક પેસેન્જરે નિયમની વિરુદ્ધ વર્તન કર્યું છે.
આ અંગે ડીજીસીએના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે જો કશુંય પણ ખોટું થયું છે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરતાં એમ પણ કહ્યું કે કેબિન ક્‰એ તમામ નિયમોનું પાલન કર્યું. ત્યાર પછી અધિકારીઓને મામલાની જાણ કરવામાં આવી છે. પેશાબ કરનાર પેસેન્જરને પણ ચેતવણી આપવામાં આવી હતી.
એટલું જ નહીં, કેબિન ક્‰એ પીડિત યાત્રીને બેંગકોકમાં અધિકારીઓની સામે ફરિયાદ ઉઠાવવામાં મદદની ઓફર કરી, જેનો તેણે ઈનકાર કરી દીધો હતો.SS1MS