બિહારમાં ટોળાના હુમલામાં વધુ એક પોલીસ અધિકારીનું મોત

મુંગેર, બિહારના મુંગેર જિલ્લામાં લોકોના એક ટોળા દ્વારા હુમલો કરવાની ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આ મામલામાં મુંગેર પોલીસે છ લોકોની ધરપકડ કરી છે, તેમ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું છે. મૃતકની ઓળખ એએસઆઈ સંતોષકુમાર સિંહ તરીકે થઈ છે.
જે મુંગેરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. એ ઈમરન્જસી નંબર ૧૧૨ સાથે જોડાયેલા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ બુધવારની રાત્રે આ પ્રકારની ઘટનામાં અરરિયા જિલ્લામાં પોલીસકર્મીઓ અને લોકોના એક ટોળા વચ્ચે થયેલી જૂથ અથડામણમાં એક એએસઆઈનું મોત થયું હતું.
સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એએસઆઈ અન્ય અધિકારીઓની સાથે શુક્રવારે રાત્રે ૮ઃ૩૦ કલાકે એક ઝઘડાના મામલામાં તપાસ કરવા માટે નંદલાલપુર ગામ ગયા હતા. તપાસ દરમિયાન મારઝૂડ થઈ, આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસકર્મી(એએસઆઈ) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાે હતો. ડીજીપી વિનય કુમારે જણાવ્યું કે, એએસઆઈને ગંભીર ઈજા પહોંચી હતી.
તેમને ત્વરિતપણે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી સારી સારવાર માટે પટના રેફર કરવામાં આવ્યા. જોકે, શનિવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલામાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે.SS1MS