દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ એક શંકાસ્પદ કેસ, બધા રાજ્યોમાં એલર્ટ

નવીદિલ્હી, ભારતમાં મંકીપોક્સ રોગનુ જાેખમ વધી રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહેવાલો મુજબ મંકીપૉક્સના લક્ષણો સાથે અન્ય એક શંકાસ્પદ દર્દીને મંગળવારે દિલ્લીની લોકનાયક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ દર્દી તાવ અને ત્વચા પર ફોલ્લીઓના લક્ષણો સાથે હૉસ્પિટલની ઇમરજન્સીમાં આવ્યો હતો. દર્દીને હાલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો છે.
મુંબઈ અને પેરિસનો પ્રવાસ કરીને આવ્યો હતો દર્દી શંકાસ્પદ દર્દી ગાઝિયાબાદથી ખૂબ તાવ અને શરીર પર ફોલ્લીઓની સમસ્યા સાથે આવ્યો હતો એવુ કહેવાય છે.
ડૉક્ટરોની ટીમ દર્દી પર નજર રાખી રહી છે. બુધવારે તેના સેમ્પલને તપાસ માટે પુણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે શંકાસ્પદ દર્દી ૨૦ દિવસ પહેલા મુંબઈની મુસાફરી કરીને પરત ફર્યો છે. આના બે મહિના પહેલા તે ફ્રાન્સની રાજધાની પેરિસ ગયો હતો.HS1MS