કોરોનાની વધુ એક લહેર આવશે, WHOએ આપી ગંભીર ચેતવણી

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને ગુરુવારે કહ્યું કે, સાર્સ કોવ-૨ વાયરસના ઓમીક્રોન વેરિએન્ટના એક્સબીબી સબ વેરિએન્ટના કારણે અમુક દેશોમાં કોવિડ ૧૯ સંક્રમણની વધુ એક લહેર આવી શકે છે.
તેમણે આ વાત પુણેમાં વિકાસશીલ દેશ રસી નિર્માતા નેટવર્કની વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન મીડિયા સમક્ષ કહી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હજૂ સુધી કોઈ દેશના આંકડા મળ્યા નથી, જેનાથી ખબર પડે કે, સંક્રમણનો આ નવો વેરિએન્ટ વધારે ગંભીર છે.
ડો, સ્વામીનાથને કહ્યું કે, ઓમીક્રોનના ૩૦૦થી વધારે સબ વેરિએન્ટ છે. મને લાગે છે કે, હાલમાં જે ચિંતાનું કારણ છે, તે એક્સબીબી છે, જે પુનઃ સંયોજીત વાયરસ છે. અમે પહેલા પણ અમુક પુનઃ સંયોજીત વાયરસ જાેયા હતા. આ પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા ધરાવે છે.
જેનો અર્થ એ છે કે, એન્ટીબોડીની પણ તેના પર અસર થતી નથી. એટલા માટે અમે ધીમે ધીમે એક્સબીબીના કારણે અમુક દેશોમાં સંક્રમણની નવી લહેર જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, વાયરસ ઉત્પરિવર્તનનું કારણ વધારે સંક્રમક થઈ રહ્યું છે. તેના નિવારણ માટે ડો. સ્વામીનાથનની દેખરેખ પર ભાર આપ્યો હતો. તેમણે સંક્રમણની રક્ષા કરવા માટે માસ્ક પહેરી રાખવાની સલાહ આપી છે.
નવા સબ-વેરિઅન્ટ્સના વધતા કેસ વચ્ચે, એપોલો હોસ્પિટલ્સના આંતરિક દવા વિભાગના વરિષ્ઠ સલાહકાર ડૉ. સુરનજીત ચેટર્જીએ જણાવ્યું હતું કે, “તે તહેવારોની મોસમ છે અને લોકો ઘરો અને કાર્યસ્થળો પર વધુ સંપર્ક કરશે.
જાે કે માસ્ક ન પહેરવાનો દંડ હટાવી દેવામાં આવ્યો છે, તેમ છતાં હું કહીશ કે લોકોએ ખુલ્લા અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જ જાેઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, ઓમિક્રોનનું બી.એ.૫ પેટા પ્રકાર વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે, જે ૭૬.૨ ટકા કેસ માટે જવાબદાર છે.
ભલે કોવિડના કેસ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. તેમણે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦૬૦ નવા સંક્રમણ નોંધાયા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન સબ વેરિઅન્ટ્સ જેવા કે બી.એફ.૭ અને એક્સબીબી ઘણા દેશોમાં ફેલાઈ રહ્યા છે.SS1MS