Western Times News

Gujarati News

સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવકનું મોત

સુરત, સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આઠ ગામો વચ્ચેનું યુવા સંગઠન મજબૂત બને તે હેતુથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચેની મેચમાં આક્રમક બેટિંગ માટે જાણીતો નિમેષકુમાર રમેશ આહીર પણ રમતો હતો. તેણે ૧૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. Another youth dies while playing cricket in Surat

જે બાદ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા આરામ કરવા ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. સુરતના આ આહિર સમાજના યુવકના અણધાર્યા મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

જાે કે મળતી માહિતી પ્રમાણે નિમેશ આહીર સારો ખેલાડી હતો. અને તેણે આજે આ ક્રિકેટ મેચમાં પણ સારુ પરફોર્મન્સ આપ્યુ હતુ. જાે કે મેચ દરમ્યાન નિમેશ આહિરનું મોત થતા મિત્રો અને આહિર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી. અચાનક ક્રિકેટ રમતા મોત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

ત્યાર બાદ તેના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સાથે અગાઉ એક મહીના પહેલા પણ ક્રિકેટ રમતા કિશન પટેલ નામના એક યુવકનુ મોત થયુ હતુ. મહિના પહેલા ઘુલડી ગામના યુવકનુ સેલુત ગામમાં ક્રિકેટ મેચ રમતી વખતે હૃદયરોગનો હુમલો આવતાં મોત થયું હતું.

પખવાડિયા પહલા સુરતના એક યુવકનું ક્રિકેટ રમ્યા બાદ મોત નિપજ્યું હતું. રાજકોટમાં પણ આવી ઘટના બની હતી. છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં આવા છ થી વધુ કિસ્સા નોંધાયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.