પેટ પૂરતું ખાવાનું મળી રહે તે માટે અનસુયા ગૌધામના તરફથી નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કરાયું
માણાવદરઃ ધારાસભ્ય લાડાણીના હસ્તે અનસુયા અન્નક્ષેત્રનો પ્રારંભ
(પ્રતિનિધિ) માણાવદર, ભારત આખામાં જાે અજીવાકાનું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય તો તે એકમાત્ર માણાવદર શહેર જ છે તાલુકા લેવલનું આ મથક સને ૧૯૮૩ થી આવકના સ્ત્રોત ગુમાવી બેઠું છે મોટાભાગની વસ્તી બહાર હિજરત કરી ગઈ છે સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં અહીં જીઆઇડીસી ઉદ્યોગની સ્થાપના કરાતી નથી.
આવા સંજાેગોમાં લોકોને પેટ પૂરતું ખાવાનું મળી રહે તે માટે અનસુયા ગૌધામના સંચાલકો તરફથી નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કરાતા લોકોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો હતો.
માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે આજે આ અનસુયા અન્નક્ષેત્ર ખુલ્લુ મુકાયું હતું. રસોડાની શરૂઆત થતાં ૪૦ ટીફીનો પોતાના સાધનો દ્વારા જરૂરિયાત મંદોને શેઠ પરિવાર તરફથી પહોંચાડવામાં આવ્યા હતા. શેઠ પરિવારના હિતેનભાઈ શેઠ મેઘનાબેન શેઠે જાતે જ
આ ટિફિનો પેક કરી શહેરમાં વસતા અંકિચનો, નિરાધાર અને ગરીબ – ગુરબા સુધી પહોંચાડ્યા હતા. આજના આ પ્રસંગે ધારાસભ્ય લાડાણીનું સન્માન શેઠ પરિવાર તરફથી ચાંદીનો સિક્કો અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ ગાયોને થતી સેવાથી આનંદ વિભોર બન્યા હતા. આ પ્રસંગે હિતેનભાઈ શેઠ, મેઘનાબેન શેઠ, અનસુયાબેન શેઠ, કલ્પનાબેન ગાંધી, ગૌશાળાના કર્મચારીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા