આતરસુંબા કેનાલ પાસે ખેતરમાંથી દેશી દારૂ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ ડ્રાઇવ/સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત,ચિંતનકુમાર જીતેન્દ્રકુમાર, ચૈતન્યકુમાર વિગેરે એલ.સી.બી. સ્ટાફ નાઓ
ખાનગી વાહનમાં કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા કઠલાલ પોલીસ સ્ટેશનની ખલાલ ચેક પોસ્ટ પાસે આવતા સાથેના હેઙકો. ચિંતનકુમાર નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે કાકરખાડનો પ્રતીક ઉર્ફે પીન્ટુ રમણભાઇ ડાભી નાઓ એક સફેદ કલરની મારૂતી વેગેનાર ગાડી નંબર ય્ત્ન-૧૮-છઝ્ર-૨૯૨૮ ના ચાલકને દેશી દારૂ ભરી આપી અમદાવાદ મોકલનાર છે.
અને સદર ગાડી દેશી દારૂ ભરી ચરેડ ચોકડી પાસે થોડી વારમાં આવનાર છે. જે બાતમી આધારે બાતમીવાળી ગાડીની વાચ તપાસમા ખલાલ ચેક પોસ્ટ થી નીકળી ચરેડ ચોકડી પાસે આવતા બાતમીવાળી નંબર વાળી ગાડી ચરેડ ગામ તરફથી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને અપુજી ગામ તરફ ગાડી દોડાવેલ જેથી સદર ગાડીની પીછો કરતા
સદર ગાડી ચરેડ ચોકડી થઇ અપ્રુજી રોડ થઇ આંતરસુબા ગામ તરફ જતા નર્મદા મોટી કેનાલ પાસ કરી આંતરસુબા તરફ જતા વળાકમાં એક ખેતરમાં ઝાડ સાથે અથડાઇ ગયેલ અને અમારી ગાડી સદર ગાડી નજીક પોહોંચતા પહેલા સદર ગાડી ચાલક ગાડી મુકી ખેતરાળુ રસ્તે અંધારમાં નાશી ગયેલ હતો જેઓ ઓળખાયેલ નહી. અને તેનો પીછો કરતા પકડાયેલ નથી.
સદર ગાડીમાં જોતા પ્લાસ્ટીકના મીણીયામાં દેશી દારૂ હોય જેથી સફેદ કલરની મારૂતી વેગેનાર ગાડી નંબર ય્ત્ન-૧૮-છઝ્ર-૨૯૨૮ ના ચાલકેને કુલ-૧૫ પ્લાસ્ટીકના મીણીયામાંના એક પ્લા.ના મીણીયામાં ૧૯ પ્લા.ની કોથળીઓ લેખે કુલ-૨૮૫ કોથળીઓ જે તમામ કોથળીઓમાં ૨ લીટર લેખે કુલ-૫૭૦ લીટર દેશી દારૂ જે એક લીટરની કી.રૂ. ૨૦૦ લેખે ૫૭૦ લીટર દેશી દારૂની
તથા ગાડીની કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ- રૂ.૨,૬૪,૦૦૦/- પ્રોહી મુદામાલ ભરેલ ગાડી ઝાડ સાથે અથડાવી સ્થળ ઉપરથી નાશી જઇ મળી નહી આવી તથા સદર પ્રોહી મુદામાલ ભરી મોકલનાર પ્રતીક ઉર્ફે પીન્ટુ રમણભાઇ ડાભી રહે. કાકરખાડ તા.કઠલાલ નાઓ સ્થળ ઉપર હાજર નહી મળી આવતા સદર બન્ને નહી મળી આવી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરેલ હોય જેથી તેઓ વિરૂદ્ધમાં આતરસુંબા પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.