બેંગ્લોર સ્થિત એન્થમ બાયોસાયન્સિસે રૂ. 3,395 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
Ahmedabad, ડ્રગની શોધ, વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણ સંકલિત કામગીરી ધરાવતી તથા ઇનોવેશન-સંચાલિત અને ટેક્નોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝએશન (સીઆરડીએમઓ) એન્થમ બાયોસાયન્સિસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. Anthem Biosciences Limited files DRHP for Rs. 3,395 crore IPO.
બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 3,395 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.
ઓફર ફોર સેલ (ઓએફએસ)માં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ ગણેશ સંબાશિવમ અને કે રવિન્દ્ર ચંદ્રપ્પા સામેલ છે, જેઓ રૂ. 350 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનું વેચાણ કરી રહ્યાં છે. ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સમાં વિરિડિટી ટોન એલએલપી (ટૂ નોર્થ) રૂ. 1,325 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે, જ્યારે કે પોર્ટ્સમાઉથ ટેક્નોલોજી એલએલસી રૂ. 320 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે. વેચાણકર્તા બીજા શેરધારકોમાં મલય જે બરૂઆ, રૂપેશ એન કિનેકર, સતીશ શર્મા દ્વારા પ્રત્યેક રૂ. 320 કરોડ સુધીના તેમજ પ્રકાશ કરિયાબેટન દ્વારા રૂ. 80 કરોડ સુધીના અને કે રામકૃષ્ણન દ્વારા રૂ. 10 કરોડ સુધીના શેર સામેલ છે.
વર્ષ 2006માં સ્થાપિત આ કંપની ભારતમાં બે કાર્યરત ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, યુનિટ I (બોમસાન્દ્રા) અને યુનિટ II (હરોહલ્લી), બંને કર્ણાટકમાં છે જેની કુલ વાર્ષિક કસ્ટમ સિન્થેસિસ ક્ષમતા અને ફર્મેન્ટેશન ક્ષમતા 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ અનુક્રમે 270 kL અને 142 kL છે. હરોહલ્લીમાં ત્રીજી ઉત્પાદન સુવિધા – યુનિટ III બાંધકામ હેઠળ છે અને વર્ષ 2025 ના પહેલા ભાગમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે.
એન્થમના બિઝનેસમાં સીઆરડીએમઓ સેવાઓ અને સ્પેશિયાલિટી ઇન્ગ્રેડિએન્ટ્સનું ઉત્પાદન અને વેચાણ સામેલ છે. તે ન્યૂ કેમિકલ એન્ટિટી (એનસીઇ) અને ન્યૂ બાયોલોજિકલ એન્ટિટી (એનબીઇ) લાઇફસાઇકલમાં સીઆરડીએમઓ સેવાઓની વ્યાપક, સંકલિત અને અત્યંત કસ્ટમાઇઝ કરી શકાય તેવી શ્રેણી પ્રદાન કરે છે. તે RNAi, એડીસી, પેપ્ટાઇડ્સ, લિપિડ્સ અને ઓલિગોન્યુક્લિયોટાઇડ્સ જેવી વિવિધ પદ્ધતિઓ અને ફ્લો કેમિસ્ટ્રી, એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓ, બાયોકેટાલિસિસ અને ફર્મેન્ટેશન જેવી ઉત્પાદન તકનીકોમાં મજબૂત હાજરી ધરાવે છે, જે ડ્રગ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજી ક્ષમતાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.
નાણાકીય વર્ષ 2024માં તેની કામગીરીમાંથી આવકો 34.3 ટકા વધીને રૂ. 1,419 કરોડ થઇ છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 1,056 કરોડ હતી. 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે પીએટી રૂ. 367 કરોડ હતો.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.