ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદા, દ્વેષપૂર્ણ ભાષણોમાં ચિંતાજનક વધારોઃ બ્લિંકન
વોશિંગ્ટન, ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓ, દ્વેષપૂર્ણ ભાષણો તથા લઘુમતી ધર્મના લોકોના ઘરો અને પૂજા સ્થાનો તોડી પાડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, એમ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના વિદેશ વિભાગના વાર્ષિક અહેવાલને જારી કરવાના કાર્યક્રમમાં બ્લિંકને બુધવારે કહ્યું હતું કે આની સાથે વિશ્વભરના લોકો પણ ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓએ ૨૦૨૩માં તેમના ભારતીય સમકક્ષો સાથે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું.
૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના અહેવાલમાં ભારત માટે જણાવવામાં આવ્યું છે કે ૨૮માંથી ૧૦ રાજ્યોમાં તમામ ધર્માે માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા છે. આમાંના કેટલાક રાજ્યો ખાસ કરીને લગ્નના હેતુ માટે બળજબરીપૂર્વકના ધર્મ પરિવર્તન સામે દંડ પણ લાદે છે.
વર્ષ દરમિયાન ધાર્મિક લઘુમતી જૂથોના કેટલાક સભ્યોએ તેમને હિંસાથી બચાવવા, ધાર્મિક લઘુમતી જૂથોના સભ્યો સામેના ગુનાઓની તપાસ કરવા તથા તેમની ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની સરકારની ક્ષમતા અને ઇચ્છાશક્તિને પડકારી હતી.
ભારતે અગાઉ અમેરિકાના વિદેશ વિભાગના વાર્ષિક માનવાધિકાર અહેવાલને નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે તે “ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ” પર આધારિત છે. કેટલાક યુએસ અધિકારીઓ દ્વારા પ્રેરિત અને પક્ષપાતી ટિપ્પણીઓ ફક્ત આવા અહેવાલોની વિશ્વસનીયતાને વધુ નબળી પાડવાનું કામ કરે છે.
આ વર્ષના અહેવાલમાં યુએસ વિદેશ વિભાગે જણાવ્યું હતું કે બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા હેઠળ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની ધરપકડ કરાઈ હતી. ધાર્મિક ગ્›પે જણાવે છે કે બળજબરીથી ધર્મ પરિવર્તનના નામે કેટલાક કિસ્સાઓમાં ધાર્મિક લઘુમતી જૂથોના સભ્યોને ખોટા અને બનાવટી આરોપો લગાવીને હેરાન અને કેદ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્તરે સમાન નાગરિક સંહિતા (યુસીસી) અમલની વડાપ્રધાન મોદીની હાકલનો ઉલ્લેખ કરીને વિદેશ વિભાગે જણાવ્યું હતું કે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, અને આદિવાસી નેતાઓ અને રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓએ આ આ પહેલ વિરોધ કર્યાે છે, કારણ કે તે દેશને હિંદુ રાષ્ટ્રમાં ફેરવવાના પ્રોજેક્ટનો ભાગ છે.SS1MS