લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્રારા ૭૮ મા સ્વાતંત્ર્ય દિનના પર્વની ઉજવણી
અમદાવાદ, દેશના ૭૮ મા સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મુખ્ય મથક તથા રાજ્યના તમામ કુલ – ૩૭ એ.સી.બી. પો.સ્ટે.ને રોશનીથી શણગાર કરી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં સાથ આપનાર ફરીયાદીઓને સન્માનિત કરવાનો નવતર કાર્યક્રમ નિયામક દ્રારા અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગ રૂપ બ્યુરોના તમામ ૩૭ પો.સ્ટે.માં દરેક પો.સ્ટે. દીઠ કુલ-૧૫ ફરીયાદી શ્રીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. આજરોજ રાજ્યમાં કુલ-૫૩૩ ફરીયાદીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બ્યુરોના મુખ્ય મથક ખાતે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર એ.સી.બી પો.સ્ટે.ના કુલ-૪૫ જેટલા ફરીયાદીઓને હાજર રાખી નિયામકના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય બાબત ધ્યાન આકર્ષિત હતી તે ૮૨ વર્ષના નિવૃત પ્રાથમિક શિક્ષક એવા સિનીયર સિટીઝને ગત વર્ષ-૨૦૨૩ માં નગરપાલિકાના કર્મચારી પર ટ્રેપનો ગુનો નોંધાવી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સાથ આપેલ એ સૌથી મોટી બાબત હતી.
ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં ફરીયાદી જ મુખ્ય સાથ આપનાર હોય છે, જેથી તેઓને હંમેશા માટે સંપુર્ણ સાથ સહકાર આપવા માટે કટિબદ્ધતા વ્યક્તિ કરી હતી.. વધુમાં ગત ૨૬ મી જાન્યુઆરીના રોજ અમલમાં મુકેલ “કેર” અંતર્ગત આજદિન સુધીમાં કુલ-૧૩૧૭ ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ-૫૩૩ ફરીયાદીઓને મોમેન્ટો આપી સ્વાતંત્રતા દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા
અને અન્ય તમામનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવનાર હોવાનું જણાવેલ, ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં સામાન્ય નાગરિક આગળ આવી ફરીયાદ કરતાં ડરે નહીં તે સારુ “કેર” પ્રોગ્રામ અંતર્ગત તમામ ફરીયાદીઓને સંપુર્ણ સહકાર આપવામાં આવશે, તે અંગેની નિયામક દ્રારા ખાત્રી આપવામાં આવેલ.